Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વડોદરા:બરાનપુરમાં જુના ઝઘડાની અદાવતમાં થયેલ જૂથ અથડામણમાં 8 વિરુદ્ધ ગુનો દાખલ: પાંચની ધરપકડ

વડોદરા:બરાનપુરામાં ગતરાત્રે જુના ઝઘડાની અદાવતે થયેલી જૂથ અથડામણમાં સામેલ તોફાનીઓ સામે ફરિયાદ નોધાઇ છે. નવાપુરા પોલીસે ગુનો નોધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

બરાનપુરા કાઠિયાવાડી મહોલ્લામાં રહેતા ભરત રમેશભાઇ વાઘેલાએ  () પપ્પુ ચુનારા () મોન્ટી () લાલુ ચુનારા () સંદિપ ચુનારા () સુનિલ ચુનારા અને () સુનિલના છોકરા સહિત ૨૫ થી ૩૦ના ટોળા સામે ફરિયાદ નોધાવી જણાવ્યું છે કે આરોપીઓએ જૂના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો કહીપથ્થરમારો કર્યો હતો

(6:03 pm IST)