Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આત્મનિર્ભર યોજનાની અમલવારી માટેની નોડલ એજન્સીમાં અચાનક ફેરફાર કર્યો

ગુ.રા. અર્બન કો.ઓપ. બેન્ક ફેડરેશનની જગ્યાએ જે તે જીલ્લા રજીસ્ટ્રારની નિમણૂંક

રાજકોટ,તા.૨૫ :આત્મનિર્ભર યોજના માટે ગુજરાત રાજ્ય તરફથી જે માર્ગદર્શિકા અને પરિપત્ર જાહેર કરવામાં આવેલ તે મુજબ અર્બન કો-ઓપ બેન્કો માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય અર્બન કો-ઓપ બેન્ક ફેડરેશનને નિયકિત કરવામાં આવેલ.

પરંતુ શનિવારે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના અંગે સુધારા પરિપત્ર બહાર પાડેલ છે. જેમાં નોડલ એજન્સી તરીકે ગુજરાત અર્બન કો.ઓપ. બેન્ક ફેડરેશનને રદ કરી જે તે જિલ્લાના જિલ્લા રજીસ્ટ્રારની નોડલ એજન્સી તરીકે નિયુકત કરી છે.

આ અચાનક લેવાયેલા પગલા પાછળના અનેક તર્ક-વિર્તકો ચર્ચાઇ રહ્યા છે.જે મુજબ કાં તો ફેડરેશનને બદનામીના હિસાબે પોતાનો હાથ કાઢી લીધેલ છે. અથવા તો આત્મનિર્ભર યોજનાની શરૃઆતી અમલવારી કરવામાં મળેલ નિષ્ફળતા અને રાજ્ય-વ્યાપી ઉહાપોહ મચેલ હોવાથી ફેડરેશનને બદલે જે તે જિલ્લા રજીસ્ટ્રારની નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી હોવાનું ચર્ચાય છે. ફેડરેશનના પ્રમુખ તરીકે હાલમાં શ્રી જ્યોતિન્દ્ર મહેતા કાર્યરત છે.

(4:13 pm IST)