Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદ એરપોર્ટ પર ઇ-પાસની મથામણને કારણે મુસાફરોને હાલાકીઃ ૭૭ વર્ષના વૃધ્ધ અટવાયા

રાજકોટ તા. રપઃ દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફલાઇટ સેવા શરૂ થઇ ગઇ છે. જે અનુસંધાને આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પણ ફલાઇટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ફલાઇટ સેવા શરૂ થતાની સાથે સાથે સ્વાસ્થ્ય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. પ્રવાસીઓએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ત્યારે અમદાવાદમાં    એક ૭૭ વર્ષના વૃદ્ધ ઇ-પાસના ચક્કરમાં એરપોર્ટ ખાતે અટવાયા હોવાનું બહાર આવ્યું હતું.

૭૭ વર્ષીય એક વૃદ્ધ બળવંતભાઇ પંચાલ તેમના પત્ની સાથે બેંગ્લોર જઇ રહ્યા હતા જોકે ફલાઇટ બળવંતભાઇને લીધા વિના જ ટેક ઓફ થઇ ગઇ હતી. તેમની પાસે ઇ-પાસ ન હોવાને કારણે ફલાઇટ તેમને લીધા વિના જ ટેકઓફ થઇ ગઇ હતી. જોકે એરલાઇન્સ કંપનીએ સાંજે લઇ જવાની ખાતરી આપી હતી.

(4:07 pm IST)
  • કેરાલાના ૫૦ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને ૫૦ નર્સોની ટીમ મહારાષ્ટ્રમાં સેવા આપશે access_time 3:45 pm IST

  • દિલ્હીમાં તબલીગી જમાતીઓ સામે હવે ઝડપી કાર્યવાહી શરૃઃ ૯૧૬ જેટલા વિદેશથી આવેલ તબલીગી જમાતીઓ સામે પોલીસ હવે કાર્યવાહીમાં વેગ લાવી રહી છે : આ તમામના પાસપોર્ટ અને દસ્તાવેજો કબ્જે લેવાયા છે : અલગ અલગ ૬૭ દેશોમાંથી આ જમાતીઓ આવ્યા છે access_time 12:43 pm IST

  • અમદાવાદમાં નકલી હેલ્થકાર્ડ બનાવનાર વીમલની ધડપકડ : નકલી હેલ્થકાર્ડ બનાવી રૂપિયા પડાવવા આરોપીની ધડપકડઃ વિમલ ભકિત પ્રસાર નામના આરોપીની કાગડાપીઠ પોલીસે કરી ધરપકડઃ શાકભાજી અને કરીયાણાના વેપારી પાસેથી પૈસા ઉઘરાવ્યા હતાઃ હેલ્થકાર્ડ આપવાના નામે છેતરપીંડી કરતો હતોઃ રૂ.૨૫૦માં હેલ્થકાર્ડ બનાવીને આપતો આરોપીઃ ૧૧ લોકોને કાર્ડ બનાવ્યાની પહોંચ પણ આપી હતીઃ પોલીસે આરોપી સાથે સંડોવાયેલા વ્યકિતની શોધખોળ શરૂ કરી છે. access_time 2:54 pm IST