Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

૧૦ વર્ષથી પ્રેકટીસ કરતા વકીલોને ડાયરેકટ નોટરીનું લાયસન્સ આપો

લોકડાઉન-૪માં વડાપ્રધાને માંગેલ સુચનો અન્વયે નોટરી એકટમાં ફેરફાર કરી વકીલોને સ્વનિર્ભર બનાવવા અમદાવાદના એડવોકેટ ચંદ્રકાંત વાઘેલાની નરેન્દ્રભાઇ મોદીને રજુઆત : રાજયના વિવિધ બાર. એસોસીએશન અને વકીલ મંડળોને આ મુદ્દે વડાપ્રધાનને લેખીત રજુઆત કરવા એડવોકેટ વાઘેલાની અપીલ : ૧૦ વર્ષ જુની સનદ ધરાવતા વકીલો પાસેથી કેન્દ્ર સરકાર નિયત ફી વસુલી નોટરીનું લાયસન્સ આપે તો નોટરીની નિમણુંકમાં વ્યાપક ભ્રષ્ટાચારનો સડો અટકે અને સરકારનો ખર્ચ પણ બચે

રાજકોટ, તા., ૨૫: લોકડાઉન-૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર બનવા માટે પ્રજા પાસેથી માંગેલ સુચનો અન્વયે અમદાવાદના એડવોકેટ ચંદ્રકાંત કે.વાઘેલાએ વડાપ્રધાનને લેખીત રજુઆત કરી નોટરી એકટમાં ફેરફાર કરી ૧૦ વર્ષ જુની સનદ ધરાવતા વકીલોની ઇન્ટરવ્યું કે પરીક્ષા વગર નોટરીનું લાયસન્સ આપી વકીલોને આત્મનિર્ભર બનાવવા રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના વાયરસના સંદર્ભે ચાલતા લોકડાઉનમાં મોટા ભાગના વકીલો આર્થીક સંકટનો સામનો કરી રહયા છે.  ૮૦ ટકા વકીલો રોજનું કમાઇ અને રોજનું ખાઇ છે જયારે ર૦ ટકા વકીલોનો જ સારો વ્યવસાય ચાલે છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે નોટરી એકટ-૧૯પરમાં ફેરફાર કરી ૧૦ વર્ષ જુની  સનદ ધરાવતા તમામ વકીલોને નોટરી થવા માટે એલીજેબલ ગણવા જોઇએ. નોટરી થવા ઇચ્છા તમામ વકીલો પાસેથી અમુક રકમ લાયસન્સ ફી તરીકે લઇ કોઇ પણ જાતની પરીક્ષા કે ઓરલ ઇન્ટવ્યું સિવાય નોટરી તરીકનું લાયસન્સ આપવામાં આવે તેવી જોગવાઇ કરવા વિનંતી છે.

જયારથી નોટરી એકટ-૧૧૯પર અમલમાં આવ્યો ત્યારથી કાયદાની જોગવાઇ મુજબ કેન્દ્ર અનને રાજય સરકાર દ્વારા નોટરીની નિમણુંકો કરવામાં આવે છે. હાલમાં નોટરીની નિમૂણ઼ંક બાબતે લાયકાત વાળા વકીલોની અરજી બાદ ઓરલ ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરવામાં આયું છે અને તે મુજબ જે પાસ થાય તેેને જ લાયસન્સ આપવામાં આવે છે. પરંતુ એવા કેટલાય વકીલો છે કે જેને ૧પ થી ર૦ વર્ષની પ્રેકટીસ હોય અને ઇન્ટરવ્યુંમાં સાચા  જવાબો આપ્યા હોય તે નાપાસ થાય છે અને પોલીટીકલ તથા વચેટીયાઓની ભલામણવાળા વકીલો નોટરી બની જાય છે. આમ નોટરી એકટ અમલમાં ત્યારથી ભ્રષ્ટ્રાચાર અને ભલામણોથી જ નોટરીની નિમણુકો થાય છે. જે વકીલ આલમમા ંજગજાહેર છે અને આ મુદ્દે કોઇ પણ વ્યકિતએ અવાજ ઉઠાવેલ નથી તેથી આ બાબતનો અંત આવે તે ખુબ જ જરૂરી છેે.

નોટરી એકટમાં ફેરફાર કરી ૧૦ વર્ષની પ્રેકટીસવાળા વકીલોને નોટરીનું લાયસન્સ મળશે તો આપોઆપ નોટરીની નિમણુંકમાં ભ્રષ્ટાચારનો સડો અને સરકારનો ખર્ચ બચી જશે તેમજ ઢળતી ઉંમરે જે વકીલોની આવકમાં અનિશ્ચિતતા છ તેને નોટરીનું લાયસન્સ મળ્યેથી રેગ્યુલર આવક મળી રહેશે અને લોકો પણ નોટરીની ઉપલબ્ધતા સરળતા મળી રહેશે. આ ર જુઆત અન્વયે તાકીદે યોગ્ય કાર્યવારી કરવા અંતમાં અમદાવાદના એડવોકેટ ચંદ્રકંત કે વાઘેલાએ માંગણી કરી છે.

એડવોકેટ વાઘેલા (૯રર૮૭ ૧૯પરપ)એ આ મુદ્દે રાજયના વિવિધ બાર એસોસીએશન તથા રાજય વિવિધ વકીલ મંડળોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લેખીત રજુઆત કરવા અપીલ કરી છે.

(4:06 pm IST)
  • કોરાનાથી બચવા પાકિસ્તાનને ૬૦ લાખ ડોલરની મદદ કરતું અમેરિકા : આરોગ્ય કર્મચારીઓને કોરોનાના ગંભીર કેસો સામે લડવાની તાલીમ આપવામાં વપરાશે : હરતી ફરતી લેબોરેટરી પણ આપશે જેથી રેડઝોન - હોટસ્પોટ વિસ્તારોમાં જઇને પાકિસ્તાની નાગરિકોના કોરોના ટેસ્ટ અને સારવાર થઇ શકે access_time 2:55 pm IST

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 405 કેસ નોંધાયા : રાજ્યમાં કુલ કેસનો આંકડો 14468એ પહોંચ્યો : છેલ્લા 24 કલાકમાં 30 લોકોનાં મૃત્યુ:આજે 224 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 6636 થઇ access_time 7:57 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા 50,000થી વધી ગઈ : કુલ કેસ 50,231 અને 3041 નવા કેસ access_time 10:55 pm IST