Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સરકારે ૧ મહિનામાં ગરીબ-મધ્યમ વર્ગને ૧૦૬૯.૭૩ કરોડનું અનાજ મફત આપ્યું: જુનનો નિર્ણય તૂર્તમાં

વિજયભાઇ અને નીતિનભાઇની સરકારે દીનઃદુઃખીઓના ચૂલા પ્રગટાવવા કરી સહાય :અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓને આવતા મહિને ઘઉં, ચોખા, ચણા અપાશે

રાજકોટ તા. રપઃ રાજય સરકારે કોરોનાને અનુલક્ષીને એપ્રિલ, મે મહિનામાં ગરીબ, મધ્યમ વર્ગ માટે રેશનકાર્ડ પર વિનામૂલ્યે અનાજ વિતરણ કરી ઇતિહાસ સર્જી દીધો છે. હવે લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે.  પણ ધંધા રોજગાર પૂરા પાટે ચડયા નથી. વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલના વડપણ હેઠળની સરકારે હવે જુન મહિના માટે નિર્ણય લેવાનો થાય છે. ટુંક સમયમાં સારા નિર્ણયની જરૂરિયાત મંદોને આશા છે.

નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એપ્રિલમાં ૬૮.૮૦ લાખ એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો (ગરીબ) ને બે વખત તથા મધ્યમ વર્ગીય (એપીએલ-૧) કાર્ડ ધારકોને એક વખત ઘઉં, ચોખા, ખાંડ, ચણાની દાળ વગેરેનું વિતરણ કરવામાં આવેલ. કુલ રૂ. ૧૦૬૯.૬૩ કરોડની કિંમતનો ૪૩.૦૬ લાખ કવીન્ટલ જથ્થો વિતરણ કરાયો હતો.

રાજયના અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરાયેલ ૬૮.૮૦ લાખ કાર્ડધારકો તેમજ શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ નોંધાયેલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમયોગીઓને ''મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ'' અંતર્ગત ડી.બી.ટી. દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં દ્વારા રૂ. ૧૦૦૦ ની સીધી નાણાંકીય સહાય જમા કરાવવામાં આવેલ છે. રાજયના ૬૮.૮૦ લાખ રેશનકાર્ડધારકો પૈકી ૬૦ લાખ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં રૂ. ૬૦૦/- કરોડ રૂપિયાની નાણાંકીય સહાય જમા કરાવવામાં આવી છે.

નાગરિક પુરવઠા વિભાગે અન્નબ્રહ્મ યોજના સબંધે ગઇકાલે તા. ર૪મીએ પરિપત્ર કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ''અન્નમ બ્રહ્મ-આત્મનિર્ભર ભારત'' યોજના હેઠળ રાજયમાં એન.એફ.એસ.એ. અથવા રાજય સરકારની પીડીએસ યોજના હેઠળ રેશનકાર્ડ ન ધરાવતા નિરાધાર, ઘરવિહોણા, જરૂરીયાતમંદ, સંકટગ્રસ્ત-ફસાયેલા Migrants સહિતના વિવિધ કેટેગરીના લાભાર્થીઓને માહે મે-ર૦ર૦ અને જુન-ર૦ર૦ દરમ્યાન પ્રતિ માસ વ્યકિતદીઠ ૩.પ૦૦ કિ.ગ્રા. ઘઉં અને ૧.પ૦૦ કિ.ગ્રા. ચોખા તેમજ કુટુંબદીઠ ૧.૦૦ કિ.ગ્રા. ચણા વિનામૂલ્યે મળવાપાત્ર થશે.

(4:03 pm IST)