Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સરકાર બધા વિભાગોની કામગીરી વખાણે છે તો શિક્ષકોની કેમ નહિ ?વ્યાપક કચવાટ

કોરોનાની આફત સામે શિક્ષણ વિભાગે પણ ખભેખભે મિલાવ્યા

ગાંધીનગર તા.રપ : રાજયમાં કોરોના વાયરસની સ્થિતિમાં સરકાર દ્વારા આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, સ્વૈચ્છીક સંસ્થાઓ વગેરેના વખાણ થતા પણ શિક્ષકોની જાણે અવગણના થતા શિક્ષણ ક્ષેત્રમાં ભારે નારાજગીનો મુદ્દો ઉભો થવા પામ્યો છે. કોરાનાના  દર્દીઓના કોરોનટાઇન સ્થળે શિક્ષકોને જવાબદારી સોપવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી અને સરકારના ઉચ્ચ સિનિયર આઇએએસ અધિકારીઓ દ્વારા પોતાના તંત્રના વખાણ કરવામાં આવે છે પરંતુ એક એવડુ મોટુ સંગઠન છે. છતા તેના કયારેય વખાણ ન કરવામાં આવતા મોટા પાયે નારાજગી ઉભી થવા પામ્યાનું શિક્ષણ વર્તુળોનું કહેવું છે.

રાજય સરકારના શિક્ષકો દ્વારા એવી લાગણી વ્યકત કરી રહ્યા છે. કે અમે રાત દિવસ આ લોકોના ઘરે ઘરે જઇ મતદાર યાદી અને એ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતી જાણકારી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક નિભાવી છીએ કોરોનાની સ્થિતિમાં પણ અમારી ભુમિકા છે. રાજય સરકાર દ્વારા શિક્ષકોની સેવા અંગે કોઇ ઉલ્લેખ નહિ થતા ભારે નારાજગી ઉભી થવા પામી છે. શિક્ષકો બારે માસ સરકારની સુચનાનું પાલન કરે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા સ્ટાફની અછત છે ત્યારે શિક્ષકોનો આશરો લેવામાં આવે છેત્યારે શિક્ષકોના નામનો ઉલ્લેખ નહિ થતા નારાજગી ઉભી થવા પામી છે.શિક્ષકોએ મુખ્યમંત્રી ફંડમાં પણ એક દિવસનો પગાર આપ્યો છે.શિક્ષકોની કામગીરીની કદર થવી જોઇએ તેવી લાગણી છે.

(4:03 pm IST)