Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આત્મ નિર્ભર ગુજરાત સહાય યોજનાને હાઇકોર્ટમાં પડકારવા તૈયારી !!!

જાહેરાતથી વિપરીત જમીન,આઇટી રિટર્ન સહિતના ડોક્યુમેન્ટ મંગાતા સુરતના સામાજિક કાર્યકરે નોટિસ આપી

સુરત : કોરોનામાં જનતા ની કમ્મર તૂટી ગઈ છે અને ઘરમાં પૈસા નથી ત્યાંજ હવે સ્કૂલ ફી,મકાન ભાડા, લાઈટ બિલ સહિત ઘરમાં ખૂટી પડેલા ડબ્બાઓમાં અનાજ નથી ત્યારે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરીને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે લોન લેવા કોઈ ગેરેન્ટર નહિ પણ સરળ પ્રક્રિયા હશે અને માત્ર અરજી કરવાથી રૂ. 1 લાખ ની લોન મળશે અને અરજી ફોર્મ ફી કે અન્ય કોઈ રકમ લેવામાં નહીં આવે

  આમ આ પ્રકારની જાહેરાત બાદ લોકોએ ફોર્મ મેળવવા ઘસારો કરતા બેંકો દ્વારા હાલ ફોર્મ આપવાની સાથે ઇન્કમટેક્સ રિટર્ન,આવક ના દાખલા,જમીનદારી વગરે માંગતા હવે જાહેરાત બાદ આ નવું આવતા લોકો માં જાહેરાત મુજબ આ જુદા નિયમો હોવાનું જણાતા નિરાશાનો માહોલ છે ત્યારે હવે આ જાહેરાત અને વાસ્તવિકતા ના ભેદ ને સુરત ના વેપારી અને સામાજિક કાર્યકર સંજય ઇજાવા એ તેમના વકીલ મારફતે કાયદેસર ની નોટિસ આપી 7 દિવસ માં જવાબ નહિ મળે તો છેતરપીંડી અંતર્ગત યોજના ને હાઇકોર્ટ માં પડકારવાની તૈયારી શરૂ થઈ છે.

(11:41 am IST)