Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના સંકટઃ સૌથી વધુ રિકવરી રેટ ધરાવનાર રાજ્યોમાં ગુજરાત ૧૩મા નંબરે

નવી દિલ્હી,તા.૨૫: ગુજરાત રાજયમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે ત્યારે રાજયમાં ફુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧૩ હજારને પાર પહોંચી છે. જયારે ગુજરાતમાં કોરોનાના દરદીઓને હરાવનારની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત આ મામલે  અન્ય ચજયોની સરખામણીમાં ૧૩મા સ્થાને  છે. ગુજરાતમાં હાલ કોરોનાનો રિકવરી રેટ  ૪૨.૫૧ ટકા થઈ ગયો છે. ગુજરાતમાં અગાઉની સરખામણીએ રિકવરી રેટમાં ચોક્કસ સુધારો થયો છે, પરંતુ તેનાથી હજુ ખાસ હરખાવવા જેવું પણ નથી, કારણકે દેશનાં જે રાજયોમાં કોરોનાનો રિકવરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચનાં ૧ર રાજયોમાં પણ નથી. રર  મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ ૮૯.૬૯ ટકા રિકવરી રેટ છે. મતલબ કે  પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૧૮૪૭  વ્યકિત સાજી થઈ ગઈ છે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાથી ૩૯ વ્યકિતનાં મૃત્યુ થયાં છે.  કોરોનાનો સૌથી વધુ રિકવરી રેટ  ધરાવતાં રાજયોમાં કેરળ ૭૩.૯૧ ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા  ૭૩૩ કેસમાંથી ૫૧૨ વ્યકિત સાજી થઈ ગઈ છે અને ત્યાં અત્યાર સુધી કુલ પાંચ વ્યકિતનાં મૃત્યુ થયાં છે. હરિયાણા આ યાદીમાં ૬૬.૦૫ ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યાર સુધી ૧૦૬૭ કેસમાંથી ૭૦૬ વ્યકિત સાજી થઈ ગઈ છે.

(10:29 am IST)