Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કડી પોલીસ સ્ટેશનમાં દારૂ પ્રકરણમાં પીએસઆઇ સહીત નવ આરોપીઓ પોલીસકર્મી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પ્રોહિબિશન ગુનામાં ઝડપી દારૂની બોટલો તેમજ પ્રોહિબિશનના ગુન્હા માં રેડ કરી પડેલા વિદેશી દારૂની બોટલ માંથી કેટલાક દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે અલગ રાખી કડી, પોલીસ લાઇનના કવાટર્સ માં રાખવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર કરતા અધિકારીઓને માહિતી મળી હતી કે વિજિલન્સ ની ટીમ કડી પોલીસ સ્ટેશનમાં રેડ કરશે જેથી દારૂના વેપાર કરતા અધિકારીઓએ ઘરના મુદ્દામાલના તાત્કાલિક નાશ કરવા માટે મુદ્દામાલ માંથી કેટલો જથ્થો સુજાતપુરા નર્મદા કેનાલમાં નાખી દીધી અને બાકી રહેલો જથ્થો વેચી મારવામાં આવ્યો હતો.તેની માહિતી ડી.જી.પી. સાહેબ ને બાતમી મળતા તેમણે રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા ને તપાસ માટે આદેશ કર્યો હતો જેમાં રેન્જ આઇજીએ તપાસ માટે ગાંધીનગર જિલ્લા અધિક્ષક મયુરસિંહ ચાવડા ના.અધ્યક્ષ સ્થાને સીટ ની રચના કરી હતી જેમાં તપાસ દરમિયાન 9 આરોપીઓ વિદેશી દારૂનો મુદામાલ નો નાશ કે વેચાણ કરવામાં સામે આવ્યું હતું.જેથી તપાસ બાદ 9 આરોપીઓ વિરુદ્ધ IPC 120B, 409, 201, 34, 431 તથા  પ્રોહીબીશન એકટ ની 65 E , 8183116 B મુજબ કડી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા કડી ની સુજાતપુરા નર્મદા કેનાલમાં નાખવામાં આવેલા વિદેશી દારૂની બોટલ માંથી એન.ડી.આર.એફ.ની ટીમ 132 બોટલ બહાર કાઢી છે જે મુદ્દામાલ તરીકે પોલીસે કબજે કરેલ છે.

રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે સુજાતપુરા નર્મદા કેનાલમાંથી કબજે કરેલ મુદામાલ આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને ક્યનો હતો તથા ક્યાં અને કોને વેચવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે.ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક ના અધ્યક્ષ સ્થાને સીટ ની સ્વતંત્ર રીતે તપાસ કરશે જેમાં ડી.વાય.એસ.પી. હેડ કવાટર્સ ડી.જે.સોલંકી મદદમાં, રહેશે. આ ઉપરાંત સીટ સ્વતંત્ર તપાસ કરી વધુ પુરાવા એકત્રિત કરી અહેવાલ સુપરત કરશે.

આરોપી વિરુદ્ધ ફરિયાદ

1- ઓ.એમ.દેસાઈ – પીઆઈ. કડી પોલીસ સ્ટેશન

2 - કે.એન.પટેલ - પી.એસ.આઈ.

3- એ.એસ બારા - પી.એસ.આઈ.

4 - મોહનભાઈ હરિભાઈ – એ.એસ.આઈ.

5- હિતેન્દ્ર કાંતિભાઈ – એ.એસ.આઈ.

6 –પ્રહલાદભાઈ પટેલ – હેડ કોન્સ્ટેબલ

7 - શૈલેષભાઇ રબારી – હેડ કોન્ટેબલ

 જીઆરડી.1  ગિરીશ પરમાર

2 – ચિરાગ પ્રજાપતિ

(8:39 am IST)