Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજપીપળા માં કાળઝાડ ગરમીમાં આખા રમઝાન મહિનાના રોઝા રાખી ભૂલકાઓએ અલ્લાહની ઈબાદત કરી : દેશ માટે દુઆઓ ગુજારી

દેશ જ્યારે કોરોના મહામારી માં સપડાયેલો છે ત્યારે દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ થાય તેવી નાના ભુલકાઓએ રમઝાનમાં ખાસ દુઆ કરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રમઝાનનો મહિનો મુસ્લિમ બિરાદરો માટે તમામ વર્ષના મહિનાઓ કરતા વધુ મહત્વ ધરાવેછે કેમ કે આ મહિનામાં મુસલમાનો સમગ્ર દિવસ સુરજ ઉગે તે પહેલાંથી સૂરજ આથમે ત્યાં સુધી ભૂખ્યા રહી રોજો રાખી અલ્લાહની ઈબાદત કરે છે ત્યારે આકરી ગરમીમાં રમઝાન ચાલી રહ્યા હતા ત્યારે નાના ભૂલકાઓએ પણ સમગ્ર મહિનો રોઝા રાખ્યા હતા
હૃદય કંપાવી દે તેવી કાળ ઝાળ ગરમીમાં પણ નાના ભૂલકાઓએ દરોજ 14 કલાક ભૂખ્યા રહી આખા મહિનાના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.
જેમાં રાજપીપલાના ખત્રી પરિવારના અકસા ફૈઝુલ્લાહ ખત્રી (ઉ. વ. ૧૧) સાકિબ ઝુબેર ખત્રી (ઉ.વ. ૧૧), ફૈઝાન વસીમ ખત્રી (ઉ.વ. ૧૨), ઝૈદ રુહુલ ખત્રી (ઉ.વ. ૧૩) યુસુફ વસીમ ખત્રી (ઉ. વ. ૮ ) અને હસ્સાન  રુહુલ ખત્રી (ઉ.વ. ૯ ) તમામે આખા રમઝાન મહિનાના 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી ખાસ કોરોનાની મહામારી દેશમાંથી દૂર થાય તેવી દુઆ કરાઈ હતી.

(10:10 pm IST)