Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દરેક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરવા મંજુરી આપવી જોઇય

ટેસ્ટની સંખ્યા મુદ્દે ઢાંકપિછોડો કરતા વિવાદ : જરૂરી માપદંડો પૂરા કરી શકતી, ચોક્કસ સાધન સામગ્રી ધરાવતી તમામ લેબોરેટરીઓને મંજૂરી આપવી જોઈએ

અમદાવાદ, તા. ૨૪  : કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિ જોતાં ગુજરાત હાઈકોર્ટે શનિવારે અવલોકન કર્યું કે, દરેક વ્યક્તિને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવી જોઈએ. રાજ્ય સરકારે પ્રતિ દિવસ થતાં ટેસ્ટની સંખ્યા મુદ્દે ઢાંકપિછોડો કરતાં વિવાદ ઊભો થયો છે. ઉપરાંત ખાનગી લેબને પણ ટેસ્ટ કરતાં પહેલાં રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે તેવી જોગવાઈ કરતાં વિવાદ વકર્યાે છે. કોર્ટે કહ્યું કે, જરૂરી માપદંડો પૂરા કરી શકતી અને ચોક્કસ સાધનસામગ્રી ધરાવતી તમામ લેબોરેટરીઓને મંજૂરી આપવી જોઈએ. સાથે જ તેમને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની પણ પરવાનગી આપી દેવી જોઈએ. હાઈકોર્ટે સલાહ આપતા જણાવ્યું, ખાનગી લેબમાં ટેસ્ટ માટે ખર્ચવા પડતા રૂપિયા પર લગામ કસવી જોઈએ. 

           હાલ આ ટેસ્ટ માટે ૪૫૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે, દરેક વ્યક્તિને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવી જોઈએ. જો કે, નીચે જણાવેલી કેટલીક કેટેગરીમાં આવતા લોકો માટે કોરોના વાયરસનો ટેસ્ટ ફરજિયાત બનાવવો જોઈએ. જે લોકો કોવિડ-૧૯નો શિકાર બન્યા હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય. ડિસ્ચાર્જ પછી પણ આ લોકોનો કોવિડ-૧૯નો ટેસ્ટ કરવો, કોવિડ-૧૯ પોઝિટીવ દર્દીઓના પરિવારજનો અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને આવેલા અથવા હોસ્પિટલમાં દાખલ અથવા કોવિડ-૧૯ના કારણે મોતને ભેટેલા લોકોનો પરિવાર અને જેમની પાસે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તેમનો ટેસ્ટ થવો જોઈએ.

જજોની બેન્ચે કહ્યું કે, વધારે ટેસ્ટ કરવાતી ૭૦ ટકા વસ્તીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવશે અને જે માનસિક ભય તરફ દોરી જશે. આ દલીલને ટેસ્ટ મર્યાદિત કરવા માટેનું યોગ્ય કારણ માની ના શકાય. ટેસ્ટ માટે સરકારે છાપામાં જાહેરાત આપવા જેવા પગલા લેવા જોઈએ.

(10:00 pm IST)