Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદમાં કોરોનાના વધુ 279 કેસ સહીત રાજયમાં નવા 394 કેસ નોંધાયા : સંક્રમિતનો આંક 14063 થયો

સુરતમાં નવા 35 કેસ, વડોદરામાં 30 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, સાબરકાંઠામાં નવા 14 કેસ નોંધાયા :વધુ 243 દર્દીઓ સહીત અત્યાર સુધીમાં 6412 દર્દીઓએ કોરોનાને મહાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે અમદાવાદમાં હાહાકાર મચાવ્યો છે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઇ છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી

 .આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઇ છે.અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. વડોદરામાં 30 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, સાબરકાંઠામાં નવા 14 કેસ નોંધાયા છે

 આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 243 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6412 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 10280 દર્દીઓની સામે માત્ર 5532 એક્ટિવ કેસ રહ્યા છે. તો સારવાર દરમિયાન 697ના મોત થયાં છે અને 4051 લોકો કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા તે નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૨૭૯

સુરત

૩૫

વડોદરા

૩૦

ગાંધીનગર

૧૧

ભાવનગર

આણંદ

રાજકોટ

અરવલ્લી

મહેસાણા

પંચમહાલ

મહીસાગર

ખેડા

જામનગર

સાબરકાંઠા

૧૪

દાહોદ

વલસાડ

અન્ય રાજ્ય

કુલ

૩૯૪

(9:53 pm IST)