Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

બાયડ પાસે બે બાઈક સામસામે અથડાતા મહિલા અને યુવકનું કમકમાટીભર્યું મોત: ત્રણ લોકો ઘાયલ

 

અરવલ્લી :જીલ્લાના બાયડ તાલુકાના અમરાપુર ગામ નજીક બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા એક મહિલા અને એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે ત્રણ લોકો ઘાયલ થયા છે  સારવાર દરમિયાન એક મહિલા અને યુવકે દમ તોડી દેતા ભારે ગમગીની છવાઈ હતીબાયડ પોલીસે બંને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

   અંગે મળતી વિગત મુજબ બાયડના અમરાપુર નજીકથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલ નજીક બે બાઈક ભટકાતા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બાયડના રૂપનગરના ભરતભાઈ માનાભાઈ ખાંટ તેમના પરિવારમાં દીકરીના લગ્ન હોવાથી  તેમના ભત્રીજા હિતેશ કુમાર કાનાભાઈ પરમાર સાથે બાઈક લઈ કપડવંજ તાલુકા મંડાવના મુવાડા ખાતે પાઘડી લઈ ગયા હતા અને બાઈક (ગાડી.નં-GJ 31 K 0727 ) પર પરત ફરી રહ્યા હતા

  . અમરાપુર સુજલામ સુફલામ કેનાલ નજીકથી પસાર થતા હતા, ત્યારે સાઈડમાંથી અચાનક ધસી આવેલી બાઈક (ગાડી.નં-GJ 07 BM 4692 ) ના ચાલકે પૂર ઝડપે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન હિતેશ કુમાર કાનાભાઈ પરમાર અને  ભાવના બેન રાજેશ કુમાર સોલંકીનું મોત નીપજ્યું હતું ત્રણ ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિ સુધારા પર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

 

(11:24 pm IST)