Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

છાપી હાઇવે પે પાર્કિંગના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી :વાતાવરણમાં તંગદિલી :પોલીસ કાફલો પહોંચ્યો

પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો

બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતાં એક સમાજના બે જૂથો બાખડી પડ્યા હતા અને મારામારી શરૂ થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પડ્યો હતો.

 મળતી વિગત મુજબ વડગામના  છાપી હાઇવે પર પાર્કિંગના મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ અચાનક મામલો બિચકતા મારામારી શરૂ થઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જિલ્લાની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે જૂથોને સમજાવી મામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આમ લઘુમતી સમાજના બે જૂથો પાર્કિંગના મુદ્દે બાખડતાં વાતાવરણ તંગ બની ગયું હતું.

(8:32 pm IST)