Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ચકલાસી-ભાલેજ નજીક અજાણ્યા વાહનની હડફેટે દંપતી પૈકી પતિએ ઘટના સ્થળેજ દમ તોડ્યો: પત્નીને ઇજા

ચકલાસી:ચકલાસી-ભાલેજ રોડ ઉપર આવેલા કાસોર નજીકના વિજયપુરા પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલક પતિનું સ્થળ પર મોત થયું હતુ જ્યારે પાછળ બેઠેલ પત્નીને ઈજાઓ થતાં તેણીને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર ઓડના બાજીપુરા ખાતે રહેતા શૈલેષભાઈ મેલાભાઈ ઠાકોરના સંબંધીનું નડીઆદ ખાતે લગ્ન હોય તેઓ પરિવારના સભ્યો સાથે અલગ-અલગ બાઈકો પર જવા માટે સાંજના સાતેક વાગ્યાના સુમારે નીકળ્યા હતા. તેમના કાકા ઉમેદભાઈ (..૫૨)પત્ની મધુબેનને પોતાના બાઈક નંબર જીજે-૨૩, એફ-૦૯૭૨ ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે આઠેક વાગ્યાના સુમારે કાસોર નજીક આવેલા વિજયપુરા પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં દંપતી રોડ પર ફંગોળાયુ હતુ 

(4:54 pm IST)