Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પેટલાદના શેરપુરામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 10 શકુનિઓની ધરપકડ કરી

પેટલાદ: શહેરના શેરપુરા વિસ્તરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (વિઝિલન્સ)સ્ક્વોર્ડે છાપો મારીને દશ જુગારીઓને ઝડપી પાડીને રોકડા, મોબાઈલ ફોન અને એક વાહન સાથે કુલ ૬૭ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

મળતી વિગતો અનુસાર ગાંધીનગર વિઝિલન્સ સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, પેટલાદના શેરપુરા વિસ્તારમાં વરલી મટકા અને પત્તા પાનાનો હારજીતનો જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે જેને લઈને પોલીસે છાપો મારતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જેમાં જીગ્નેશભાઈ ચંદુભાઈ બારોટ (સોજીત્રા), અનીશ પીરમહંમદ વ્હોરા, ઘનશ્યામ દવે, ઈમરાનખાન મંજુરખાન પઠાણ, રીંકેશ જોષી, દિપકકુમાર ચંદુભાઈ નાયક, ઈકબાલમીંયા નશરૂમીંયા મલેક, ઝાકીરઅલી ઝહીરૂદ્દીન શેખ, ભાનુભાઈ મંગળભાઈ ભોઈ, મહેશભાઈ ફકીરભાઈ ભોઈ (રે. તમામ પેટલાદ)નાઓ ઝડપાઈ જવા પામ્યા હતા. જ્યારે આબીદહુસેન અહેમદઅલી સૈયદ સહિત કેટલાક ફરાર થઈગયા હતા. પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા ૪૨૫૫૦, સાત મોબાઈલ ફોન તથા એક વાહન મળી કુલ ૬૭૦૫૦નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે

(4:53 pm IST)