Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ખેડાના બીડજ ગામે બે ભાઈઓના ઝઘડામાં પાડોશીનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પોલીસ ફરિયાદ

ખેડા:તાલુકાના બીડજ ગામે મોહનપુરા વિસ્તારમાં રહેતાં રમેશભાઈ મણીભાઈ વણઝારા અને તેજાભાઈ મણીભાઈ વણઝારા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં મારામારી માં પરિણમ્યો હતો

લાકડીઓ લઈ ઝઘડતાં બંને ભાઈઓ ભાન ભુલી પાડોશમાં રહેતાં ધર્મેન્દ્રકુમારના ઘરમાં ઘુસી ગયાં હતાં. તે વખતે ઘરમાં જમી રહેલા શૈલેષભાઈ મોહનભાઈ વસાવાને લાકડી વાગવાથી ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેથી શૈલેષભાઈના બહેન સંગીતાબેન ઝઘડી રહેલા બંને ભાઈઓને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા બંને ભાઈઓએ ગમેતેમ ગાળો બોલી સંગીતાબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

(4:52 pm IST)