Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

નડિયાદના નવા બિલોદરામાં તસ્કરોએ મકાનના તાળા તોડી 38 હજારની મતાની ઉઠાંતરી કરી

નડિયાદ: તાલુકાના નવા બિલોદરામાં આવેલ સંતરામ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી બે મકાનને નિશાન બનાવ્યાં હતાં. સખત ગરમીમાં કુદરતી હવાની મજા માણવા પરિવારજનો અગાસી પર સુઈ ગયાં હતાં. દરમિયાન તસ્કરોએ આ ચોરી કરી હતી. એક મકાનમાંથી રૂ.૩૮,૦૦૦ ની ચોરી થઈ છે. જ્યારે બીજા મકાનમાં ચોરી કેટલી થઈ છે. તે પોલીસ આ લખાય છે ત્યારે અંદાજ લગાવી રહી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ સંતરામ પાર્ક સોસાયટીમાં જયાબેન ભાનુભાઈ મકવાણા રહે છે. ગઈકાલે જમી પરવારી તેઓ તેમજ તેમના પતિ અને પુત્રો અગાસીમાં સુઈ ગયાં હતાં. જ્યારે નીચે મકાનમાં જયાબેનનો ભાઈ અને પુત્ર સુતો હતો. આ મકાનમાં રાત્રિ સમયે ત્રાટકેલા તસ્કરોએ તિજોરી ખોલી ચોરી કરી હતી. તસ્કરો સોનાનું ડોકીયું, બુટ્ટી, લક્કી, કંદોરો, પાટલા, પંજો, ઝુડા, કાનના સેરા વગેરે મળી રૂ.૩૮,૦૦૦ના દાગીના ચોરી કરી ભાગી ગયાં હતાં. સવારે ૬ વાગ્યે જયાબેન અગાસી પરથી નીચે આવ્યાં ત્યારે તેમના મકાનનો દરવાજો ખુલ્લો હતો. તેમજ જોયું તો સામાન વેરવિખેર પડ્યો હતો. તેથી ચોરી થયાં હોવાનું તેમને લાગતાં પતિ તેમજ અન્ય સભ્યોને ઉઠાડ્યાં હતાં. અને આ બાબતે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ આપી છે.આ સોસાયટીમાં રહેતાં જીગરભાઈ ગીરીશભાઈ પટેલના મકાનમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. જો કે તેમના મકાનમાં કેટલી ચોરી થઈ તેની વિગત હજુ પોલીસમાં નોંધાઈ નથી. 

 

(4:51 pm IST)
  • દિલ્હીના પરિણામોથી કેજરીવાલ ચિંતાતુરઃ ૭૦માંથી ૬૫ વિધાનસભા બેઠક પર ભાજપને બમ્પર સરસાઈ મળીઃ ૫ ક્ષેત્રમાં કોંગ્રેસને વધુ વોટ મળ્યા access_time 3:12 pm IST

  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • જેટ એરવેઇઝના પૂર્વ ચેરમેન અને પત્નીને વિદેશ જતા અટકાવાયા: મુંબઈના ઇમીગ્રેશન સત્તાધીશોએ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયેલ અને તેની પત્નીને મુંબઇ એરપોર્ટ ઉપર વિદેશ જતા અટકાવ્યા છે access_time 9:13 pm IST