Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમીરગઢના બાલુન્દ્રામાં અજાણ્યા શખ્સોએ જંગલમાં આગ લગાવી દેતા વૃક્ષો બળીને ખાખ

અમીરગઢ: શહેરના બાલુન્દ્રા રેન્જની હદમાં સમાવેશ તતા કપાસીયા પાસેના જંગલ વિસ્તારના સર્વે નંબર ૨૫૨માં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા જંગલમાં ઉભેલા ગાંડા બાવળો બળીને ખાખ થઈ ગયા છે પરંતુ આગ જલદીથી કાબુમાં આવતા વધારે નુકશાન થયેલ નથી. માટે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જંગલ સંપત્તિને બચાવવા માટે સરકાર તરફથી અનેક સુત્રો બહાર પાડવામાં આવ્યા છે. વરસાદ લાવવા માટે મહત્વનો ફાળો આપનાર જંગલોની જાળવણી અને તેનુ કદ વધારવામાં આવી રહ્યું છે. જ્યારે જેસોર વન્ય અભયારણ્યનો એક ભાગ ગણાતા અને બાલુન્દ્રા રેન્જમાં આવેલા છાંટા કપાસીયા જંગલ જે છાંટાનો રસ્તો ઉતરતા કપાસીયા જતા જમણી બાજુ તરફ સર્વે નંબર ૨૫૨માં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી જવા પામેલ હતી. જ્યારે દવ કેવી રીતે લાગ્યો તે જણાવવા માટે સ્થાનિક લોકોએ કંઈ જવાબ આપતા વિશે ફોરેસ્ટ તંત્રનો સંપર્ક કરાતાં તેઓએ જણાવેલ હતું કે દવ લાગ્યો તે રસ્તા પરથી થ્રી ફેઝ વિદ્યુત લાઈન પસાર થઈ રહી છે.

(4:51 pm IST)