Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મઝદુર સંઘની મુખ્યમંત્રીને રજુઆત

ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓના પ્રતિનીધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી. જેમાં આંગણવાડી વર્કરોને રૃા. ૧૫૦૦/- નો કેન્દ્રનો વધારો આપવો. ગુજરાત સરકારે બહાર પાડેલ પરીપત્ર પાછો ખેંચવો, બોર્ડ અને નિગમના કર્મચારીઓનું ૧૯ મહિનાના સાતમાં વેતનપંચનું એરીયર્સ આપવું, નગરપાલિકા, પાણી પૂરવઠાના કર્મચારીઓને સાતમુ વેતન પંચ આપવું, આશાવર્કરોને જુની પધ્ધતિ મુજબ ફીકસ પગાર અને ઈન્સેટીવ આપવુ વિગેરે બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત લઘુતમ વેતન બોર્ડ , બાંધકામ બોર્ડ, કોન્ટ્રાકટ લેબર બોર્ડ તથા અસંગઠીત વિગેરે બોર્ડની રચના કરવા તથા બાંધકામ વર્કરોની બે વર્ષથી શિક્ષણ સહાય બંધ છે તેનું તાત્કાલીક ચુકવણુ કરવા સહિતના પ્રશ્નો અંગે અનુરોધ કરેલ હતો.   પ્રતિનીધિ મંડળમાં ભારતીય મઝદુર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ   હિરન્મયભાઈ પંડયા, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ   હસુભાઈ દવે, પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઈ ચાવડા, મહામંત્રી  અરવિંદભાઈ પરમાર તથા પ્રદેશમંત્રી  સહદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ હતા.

(3:15 pm IST)