Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પાલનપુર કલેકટર કચેરીમાં સનેસડા ગામના ખેડૂતનો પુન: આપઘાતનો પ્રયાસ :ચકચાર

ખેતીની જમીનમાંથી નામ નીકળી જતા ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કર્યો

પાલનપુર :ખેતીની જમીનમાંથી નામ નીકળી જતા પાલનપુર કલેકટર કચેરીએ ભાભરના સનેસડા ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કરતા ચકચાર.મચી જવા પામી છે 

  પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે મૂળ ભાભર તાલુકાના સનેસડા અને હાલ વાવના સેડવ ગામે રહેતા ખેડૂતે ફરી એકવાર ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, તે આપઘાત કરે તે પહેલા પોલીસે તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

   મૂળ ભાભર તાલુકાના સનેસડા અને હાલ વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે ગતરોજ ફરી એકવાર કલેકટરની ચેમ્બર આગળ ઝેરી દવા ગટગટાવવાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, તે આપઘાત કરે તે પહેલા પોલીસે તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે, એક માસ અગાઉ પણ આ ખેડૂતે કલેકટર કચેરીના પ્રાંગણમાં પોતાની સાથે લાવેલી બોટલમાં રહેલું જ્વલનશીલ પ્રવાહી પોતાની ઉપર નાંખી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.જેના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, તેઓ પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

(2:47 pm IST)