Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩.૨૭% પરિણામ : A1 ગ્રેડમાં ૭૯૨ છાત્રો

અમદાવાદ નવરંગપુરા કેન્દ્રનું ૯૫.૬૬% અને ૮૫.૦૩% સાથે પાટણ જિલ્લો રાજયમાં મોખરે * ૧૦૦% પરિણામ મેળવતી ૨૨૨ શાળાઓ તો ૧૦% કરતાં ઓછું પરિણામની ૭૯ શાળાઓ * રાજકોટનું ૭૯.૫૯% પરિણામ

રાજકોટ, તા. ૨૫ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૭ માર્ચથી ૧૯ માર્ચ સુધી લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થયુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહનંુ પરિણામ ૭૩.૨૭% જાહેર થયુ છે.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ગુજરાત રાજયના કુલ પેટા કેન્દ્રો ૪૭૨ ઉપર નિયમિત ૩,૫૫,૫૬૨ અને પુનરાવર્તિત વિદ્યાર્થીઓ ૯૧,૬૮૦ અને ખાનગી વિદ્યાર્થીઓ ૩૮,૨૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધો.૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૩.૨૭% જયારે પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૨૭.૪૩% આવ્યું છે. ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ ૨૭.૩૯% આવ્યુ છે.

આજે જાહેર થયેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર અમદાવાદના નવરંગપુરાનું ૯૫.૮૬% છે. જયારે સૌથી ઓછું પરિણામ પંચમહાલના મોરવારેણા કેન્દ્રનું ૧૫.૪૩% આવ્યું છે. જયારે સમગ્ર ગુજરાત રાજયોમાં ૪૫.૦૩% સાથે પાટણ જિલ્લો મોખરે રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજયમાં ૪૫.૮૨% સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ છે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ૧૦૦% પરિણામ મેળવતી કુલ ૨૨૨ શાળાઓ છે. જયારે ૧૦% કરતાં ઓછું પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૭૯ છે.

માર્ચ -૨૦૧૯ ની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ સવારે ૮ કલાકે વેબસાઈટ ઉપર જાહેર થયું છે.

માર્ચ ૨૦૧૯ ની સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના ૪૭૨ કેન્દ્રો/પેટા કેન્દ્રો ઉપર લેવામાં આવેલ હતી.

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ પરીક્ષામાં ૩,૫૬,૮૬૯ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૩,૫૫,૫૬૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૨,૬૦,૫૦૩ પરીક્ષાર્થીઓ ઉત્ત્।ીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૭૩.૨૭્રુ ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્ત્।ીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૯૪,૫૧૨ ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી ૯૧,૬૮૦ ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી ૨૫,૧૪૭ ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૨૭.૪૩% ટકા આવેલ છે. આ પરીક્ષામાં ૪૦,૬૧૧ ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી ૩૮,૨૬૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૧૦,૪૮૨ પરીક્ષાર્થીઓ ઉત્ત્।ીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ ૨૭.૩૯% ટકા આવેલ છે. અને અગાઉના વર્ષમાં ઉત્ત્।ીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૩૦,૫૭૫ ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી ૨૮,૮૪૩ ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી ૫,૪૫૫ ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ ૧૮.૯૧% ટકા આવેલ છે.

પરિણામોની વિષયવાર અને જિલ્લાવાર ટકાવારી સહિતની વિવિધ આંકડાકીય માહિતી સમગ્ર ગુજરાતના વિધાર્થીઓનું ભાવિ કારકિર્દીના નવા ક્ષેત્રમાં પ્રવેશ માટે ખુબ જ લાભદાયી બનશે. એટલું જ નહિ, સંશોધનકારોને પણ રાજયની શિક્ષણક્ષેત્રે થયેલ પ્રગતિનું મુલ્યાંકન કરવા ઉપયોગી બનશે.

 જે ઉમેદવારોને એક વિષયમાં પરિણામમાં સુધારણાની આવશ્યકતા છે તેવા ઉમેદવારો હતાશ કે નિરાશ થયા વિના આગામી જુલાઈ માસમાં લેવામાં આવનાર પુરક પરીક્ષા આપી યોગ્યતા પ્રાપ્ત કરી શકશે.

'ફિર એક બાર વિદ્યાર્થીનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં ૧૨% વધુ

રાજકોટ, તા.૨૫ : છેલ્લા એક દશકાથી શાળાકીય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં  કન્યા કેળવણી સાર્થક થઈ છે. વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ નોંધપાત્ર રીતે ઉંચુ આવી રહ્યું છે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૯૪% આવ્યુ છે. જયારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૯.૨૭% આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ના પરિણામમાં પણ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉંચુ આવ્યુ છે.

(11:24 am IST)