Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ચૂંટણી લડવા ઇનકાર કરનારા મંત્રીના સ્થાને અલ્પેશને કેબિનેટમાં સમાવાશે

શ્રમ-રાજગાર મંત્રી દિલીપ ઠાકારે ઇનકાર કર્યો હતોઃ અભદ્ર ઓડિયો ટેપ વિવાદમાં ફસાયેલા વાસણ આહીરનું મંત્રીપદ પણ છિનાવાશે

અમદાવાદ, તા.૨પઃ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક વિકટરી પછી  રૂપાણી સરકારના ચોથા વિસ્તરણની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. પાટણમાં લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરનારા શ્રમ અને રોજગાર મંત્રી દિલિપ ઠાકોરના સ્થાને કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સમાવાય તો નવાઈ નહી.

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા પિટિશન ફાઈલ કરી છે. વિધાનસભા અધ્યક્ષ તેની સુનવણીની પ્રક્રિયા શરૂ કરે તે પહેલા જ અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી રાજીનામુ આપાવીને કેબિનેટમાં બેસાડવાનો તખ્તો તૈયાર થઈ ચૂકયો હોવાનું ભાજપના વર્તુળો કહી રહ્યા છે. ભાજપના ટોચના નેતાઓ 'મંત્રીમંડળમાં હજુ ત્રણને ઉમેરવા જેટલી જગ્યા છે જ પરંતુ, આ વખતે હયાત મંત્રીઓને પડતા મુકીને બીજાને સમાવાવાનું નક્કી છે' તેમ જણાવ્યુ હતુ. ચાણસ્માના ધારાસભ્ય અને કેબિનેટ દિલિપ ઠાકોર પાસે રહેલા વિભાગો સાથે તેમના વિકલ્પ તરીકે અલ્પેશ ઠાકોરને ભાજપ સરકારમાં સમાવીને ઉત્તર- મધ્ય ગુજરાતના ઓબીસી મતોમાં ભાજપના મુળિયા ઊંડા ઉતારવાનો વ્યુહ છે. ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ સીધા જ કેબિનેટમાં સ્થાન આપવુ કે ભાજપના મેન્ટેડ પર રાધનપુરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા બાદ મંત્રીપદે બેસાડવાના વિકલ્પ અંગે મોવડીમંડળ વિચાર કરી રહ્યુ છે.

 

(9:42 am IST)
  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST

  • આજે ૮ વાગ્યે મોદી સરકાર રચવાનો દાવો કરશે : નવી દિલ્હી : દિલ્હીમાં રાજકીય ધમધમાટ : એનડીએના નેતાઓ દિલ્હીમાં : ૭ વાગ્યે બધા રાષ્ટ્રપતિને મળશે : ૮ વાગ્યે મોદી સરકાર બનાવવાનો દાવો રજુ કરશે : આજે બપોર બાદ ભાજપ સંસદીય પક્ષ તથા બાદમાં એનડીએની બેઠક : મોદીને નેતા તરીકે જાહેર કરાશે access_time 3:29 pm IST

  • રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા મોદી સ્કુલને તાળાબંધી કરાઈ : ગેરકાયદે બાંધકામનો કર્યો વિરોધ : તંત્ર દ્વારા કાર્યવાહી નહિં કરાયાના આક્ષેપ સાથે કાર્યકરોએ સ્કુલમાં રામધૂન બોલાવી access_time 6:24 pm IST