Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

બાવળાના હાસન નગરમાં માટી લેવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ :હથિયારોથી હુમલો :15 લોકો ઘાયલ

તળાવની માટી લેવા બાબતે બે જૂથ આમને સામને :પોલીસ કાફલો દોડ્યો

 

અમદાવાદઃ જિલ્લાનાં બાવળામાં માટી લેવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતા કુલ 15 લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ હાસનનગરમાં માટી લેવાના મામલે બે જૂથો આમને-સામને આવી ગયાં હતાં અને ઘાતક હથિયારો વડે એકબીજા પર ઘાતક હુમલો કર્યો હતો.જેમાં 6 જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે

  ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ બંને જૂથને વિખેરી ઉગ્રભર્યા માહોલને શાંત પડાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં માત્ર તળાવની માટી લેવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી. જૂથ અથડામણમાં બંને જૂથનાં કુલ 15 લોકો ઘાયલ થયાં હતાં. જો કે ઘાયલ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં.

(10:22 pm IST)