Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

લોકોને રાહત : અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં વધુ ઘટાડો

મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૯ ડિગ્રી થઇ ગયું : તાપમાનમાં ઘટાડો છતાં બપોરના ગાળામાં આગઝરતી ગરમી જારી : રસ્તા બપોરે યથાવતરીતે સુમસામ દેખાયા

અમદાવાદ, તા.૨૫ : અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં એકાએક ઘટાડો થતાં સામાન્ય લોકોને આજે રાહત થઇ હતી. જો કે, બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો બે ડિગ્રીથી વધુ ઘટી ગયો હતો. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ઘટીને ૪૧.૯ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો જ્યાં પારો ૪૩.૭ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી મહત્તમ તાપમાન માટે કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ તંત્ર સાવધાન છે. બપોરના ગાળામાં લોકોએ આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. વધતી જતી ગરમીના કારણે લોકો હવે વધુમાં વધુ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વધતી ગરમી વચ્ચે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૯ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૭૪૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૯ જ દિવસમાં ૧૭૩ અને ટાઇફોઇડના ૨૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા  મેલેરિયાના ૧૯ દિવસના ગાળામાં ૨૭૬ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને રાહત આપવા માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પાણીના જગ મુકાયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અનેક વિસ્તારોમાં સક્રિય થયેલી છે. જેના પરિણામ સ્વરૂપે લોકોને તીવ્ર ગરમી વચ્ચે મદદ કરવામાં આવી રહી છે.

આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે. તીવ્ર હિટવેવ કચ્છના જુદા જુદા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચાર દિવસ માટે હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૪૧.૯

ડિસા............................................................. ૪૧.૯

ગાંધીનગર.................................................... ૪૨.૫

ઇડર............................................................. ૪૩.૨

વીવીનગર.................................................... ૪૨.૫

વડોદરા........................................................ ૪૦.૨

સુરત............................................................ ૩૮.૬

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી....................................................... ૪૨.૬

ભાવનગર..................................................... ૩૮.૫

રાજકોટ........................................................ ૪૨.૮

સુરેન્દ્રનગર................................................... ૪૩.૭

ભુજ................................................................. ૪૩

નલિયા......................................................... ૩૬.૨

કંડલા એરપોર્ટ.............................................. ૪૨.૫

કંડલા પોર્ટ.................................................... ૩૭.૪

મહુવા  ૩૮.૮

(8:26 pm IST)
  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST

  • બાળા સાહેબ ઠાકરેએ ક્યારેય કોઈની પીઠમાં ખંજર નથી ભોંક્યું :શ્રીનિવાસ વાંગાને ટિકિટ આપવાને લઈને પોતાના સહયોગી શિવસેના પર પરિવારને તોડવાનો આરોપ લગાવતા મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી દવેન્દ્ર ફડનવીસે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર કર્યા આકરા પ્રહાર access_time 1:25 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST