Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રાજ્ય સરકાર દ્વારા ગિરનાર વિકાસ મંડળની રચનાઃ પૂ. ભારતીબાપુ, પૂ. શેરનાથબાપુ, મહેન્‍દ્ર મશરૂ, પ્રદીપ ખીમાણી, શૈલેષ દવે સહિતનો સમાવેશ

જુનાગઢઃ ગુજરાત સરકારે ગિરનાર વિકાસ મંડળની રચના કરી તેની જાહેરાત કરી છે જેમાં સભ્યશ્રી તરીકે શ્રી મહેન્દ્રભાઈ મશરૂ , શ્રી પ્રદીપભાઈ ખીમાણી અને શ્રી શૈલેષભાઈ દવેના નામની જાહેરાત કરી છે સંતો તરીકે શ્રી ભારતીબાપુ અને શ્રી શેરનાથબાપુના નામની જાહેરાત થઈ છે. જેને યોગી પઢિયાર ‌સહિતનાઅે આવકારી છે અને અભિનંદન પાઠવ્યા છે.

બોટાદના રાણપુરમં ૩ બાળ શ્રમીકોને છોડાવતી જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી

બોટાદઃ બોટાદ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જીલ્લા ટાસ્કફોર્સ કમિટી ની રચના કરવામા આવેલ છે આ કમિટી દ્રારા આજે તા-૨૫.૫.૨૦૧૮ રોજ રાણપુર ખાતે બાળ મજુરી કરાવતા લોકોને ત્યા રેડ પાડવામા આવી હતી આ રેડ દરમ્યાન ત્રણ બાળ મજુરો ને છોડાવવામા આવ્યા હતા જેમા ધારપીપળા રોડ.તાલુકાશાળા પાસે અને મેઈનબજાર વિસ્તારમાં રેડ પાડતા આ ત્રણેય બાળ શ્રમિકો દુકાન અને ઓટો ગેરેજ માં કામ કરતા મળી આવેલ જેની ટાસ્ક સમિતિના સભ્યો દ્રારા પ્રાથમિક પુછપરછ દરમિયાન બાળ શ્રમયોગી હોવાનુ જણાઈ આવેલ આથી તે બાળકોને બાળમજુરીમાંથી મુક્ત કરાવીને તાત્કાલિક રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેમના તથા તેમને કામે રાખનાર દુકાનદાર અને બાળ શ્રમિકોના માતા-પિતાના નિવેદનો લઈને નિયમાનુસાર કાર્યવાહી કરવામા આવી હતી 

આ સમગ્ર કામગીરીમાં બોટાદ જીલ્લાના સરકારી શ્રમ અધિકારીશ્રી-જે.ડી.પટેલ.મદદનીશ સરકારી શ્રમ અધિકારીશ્રી-જે.સી.ચૌહાણ.મદદનીશ શ્રમ આયુક્તની કચેરીના સિનિયર ક્લાર્ક-એમ.એન.હિંગરાજીયા.જીલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી ક્ષેત્રીય કાર્યકર સુશ્રી-કૈલાશબેન રાઠોડ.જીલ્લા ઉધોગ કેન્દ્રના સંશોધન અધિકારી કુ.અલ્કાબેન મકવાણા.રાણપુર પોલીસ સ્ટેશનના હેડ.કો.ભરતદાન ગઢવી તથા પો.કો.સુરેશભાઈ બાવળીયા જોડાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા-૧૯.૫.૨૦૧૮ ના રોજ પણ ટાસ્ક ફોર્સ દ્રારા બોટાદ હીરા બજાર ખાતે પણ રેડ પાડવામા આવી હતી તે દરમિયાન બે બાળ શ્રમિકો મળી આવ્યા હતા જેમની સામે પણ FIR સહીતની કાયદાકીય કાર્યવાહી કરવામા આવેલ હતી અને તા-૨૪.૫.૨૦૧૮ ના રોજ ગઢડા ખાતે પણ રેડ પાડવામા આવી હતી જેમા એક બાળ શ્રમિકને મુક્ત કરાવવામા આવ્યો હતો અને નિયમાનુસાર કાર્યવાહી કરવામા આવી હતી

હિમાલયથી પણ પ્રાચીન એવા ગિરનારમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ મંદિર, દામોદર કુંડ, મૃગીકુંડ, નેમીનાથજીના દેરાસર, અંબાજીનુંમંદિર, રાધા-દામોદરરાયજી મંદિર, રેવતીકુંડ, ગોરખનાથનો ધુણો, દત્તાત્રેયનો ધુણો, મીરા દાતાર, અશોકનો શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો જેવા પ્રખ્યાત સ્થાનો આવેલ છે. ગુજરાત સરકારે ગિરનારને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરેલ છે. આ યાત્રાધામનો સર્વાંગી વિકાસ થઇ શકે, યાત્રિ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તથાગિરનાર ખાતે રોપ-વે અને પગથિયાના રીનોવેશન વિગેરેની કામગીરીને લગતા મહત્વના નિર્ણયો તથા અમલીકરણ ત્વરિત કરી શકાય તે બાબત ધ્યાને લઇને ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પવિત્ર યાત્રાધામ ગિરનારનો સુયોજીત વિકાસ કરવા અંગેના રાજ્ય સરકારના ધ્યેયને અનુલક્ષીને ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરવા અંગેની દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિભાગને રજુ કરવામાં આવી હતી. જે અંગે કાળજીપૂર્વકની વિચારણાના અંતે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની નીચે મુજબ રચના કરવાની આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવી છે.

(૧) માનનીય મંત્રીશ્રી (યાત્રાધામ) (પ્રમુખ) (૨) માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી (યાત્રાધામ) (સભ્ય) (૩) અધિક મુખ્ય સચિવશ્રી (વન) (સભ્ય) (૪) અગ્ર સચિવશ્રી (પ્રવાસન) (સભ્ય) (૫) મહેન્દ્ર મશરૃ (બિન સરકારી સભ્ય) (૬) પ્રદીપ ખીમાણી (બિન સરકારી સભ્ય) (૭) શૈલેષ દવે (બિન સરકારી સભ્ય) (૮) ૧૦૦૮ વિશ્વ ભારતીબાપુ, મહામંલેશ્વર ભારતી આશ્રમ, ભવનાથ (સભ્ય-સંત) (૯) શ્રી શેરનાથબાપુ, ભવનાથ (સભ્ય-સંત) (૧૦) કમિશનરશ્રી (પ્રવાસન) (સભ્ય) (૧૧) નિયામકશ્રી (પુરાતત્ત્વ)-ગાંધીનગર (સભ્ય) (૧૨) કલેકટરશ્રી (જુનાગઢ) (સભ્ય) (૧૩) કમિશનરશ્રી (જૂનાગઢ-મનપા) (સભ્ય), (૧૪) સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (સભ્ય-સચિવ)

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળ દ્વારા ગિરનારના વિકાસ અંગેની દરખાસ્ત સરકારશ્રી સમક્ષ રજૂ કરવાની રહેશે. જે અંગેના અમલીકરણની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

(10:08 pm IST)