Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વડનગર નજીક કાર આગળ કૂતરું આવતા પલ્ટી ખાતા એકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડનગર: ખેરાલુથી બુધવારે સાંજે કાર લઈને વિસનગર જઈ રહેલા યુવાનોની કાર આગળ કૂતરુ આવી જતાં તેને બચાવવા જતાં કાર પલટી ખાઈ જતાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ યુવાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગરની વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતા ભરતભાઈ સુંદરભાઈ રબારી અને આનંદકુમાર રબારી મિત્રો સાથે બુધવારે સાંજે જી.જે.2 એક્સ એક્સ 6725 નંબરની કાર લઈને ખેરાલુથી વિસનગર જઈ રહ્યા હતા.

તે દરમિયાન લીમડી ગામ નજીક રોડ વચ્ચે અચાનક કુતરુ આવી જતાં ચાલક ભરતે કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી. આથી આનંદકુમારને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે ભરતભાઈ અને અન્ય બે યુવાનોને ઈજા થતાં તેમને વડનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં બેને ગંભીર ઈજા થતાં મહેસાણા રિફર કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે કારચાલક ભરતભાઈ રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બેથી ત્રણ પલટી ખાઈ જતાં કારનો ખુડદો બોલી ગયો હતો.

(6:21 pm IST)