Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરતમાં દારૂ પીવાના વૃદ્ધ પિતાએ પૈસા ન આપતા પુત્રએ કરપીણ હત્યા કરી

સુરત:મોચીકામ કરતા વૃધ્ધ પિતાએ દારૃ પીવા પૈસા ન આપતા સીમાડા ગામ દિવાળીબાગ ખાતે આજે સાંજે રખડેલ પુત્રએ પિતાના પેટમાં અને ગળામાં ચામડુ કાપવાના ઓજાર વડે ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ તે ભાગી છૂટે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં સીમાડા ગામ દિવાળીબાગ ખાતે રહેતા ૬૫ વર્ષીય સુખદેવ બાજીરાવ સોટે ઘર નજીક મોચીકામ કરતા હતા. આજે સાંજે પાંચ વાગ્યે તેમના એકના એક રખડેલ પુત્ર મધુકર (ઉં.વ. ૩૫) એ દારૃ પીવા પૈસા માંગતા સુખદેવભાઈએ પૈસા આપવા ઈન્કાર કરી તેને ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા મધુકરે ચામડુ કાપવાના ઓજાર વડે પિતાના પેટમાં અને ગળાના ભાગે ઘા ઝીંકતા તેમના આંતરડા બહાર આવી ગયા હતા અને સ્થળ ઉપર જ મોતને ભેટયા હતા.
 

(6:20 pm IST)