Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરતની કાપડ બજારમાં પિતા-પુત્ર સહીત ચાર વ્યક્તિએ 24.46 લાખની ઠગાઈ આચરતા ફરિયાદ

સુરત:કાપડબજારમાં છેતરપિંડીની ત્રણ ઘટનામાં એમ્બ્રોઇડરી જોબવર્ક કરનાર, કાપડ વેપારી સાથે પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિએ રૃ. ૨૪.૪૬ લાખની ઠગાઇ કર્યાની ત્રણ અલગ અલગ ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીનાં વતની અને સુરતમાં સરથાણા યોગીચોક યોગીદર્શન સોસાયટી પ્લોટ નં. ૧૧૩માં રહેતા ૪૨ વર્ષીય વિપુલભાઇ હિંમતભાઇ ઠુમ્મર એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરે છે. અઢી વર્ષ અગાઉ રીંગરોડ જૂની મહાવીર માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારી સુમેરસિંહ રામસ્વરૃપ જાટે તેમની બે પેઢી મહાકાલી ફેશન એ યોગીકા ફેશન માટે વિપુલભાઇ પાસે એમ્બ્રોઇડરી જોબવર્ક શરૃ કરાવી તેનું સમયસર પેમેન્ટ પણ કર્યું હતું. જો કે, ગત ૧૯ ડિસેમ્બર, ૨૦૧૬ થી ૧૩ મે, ૨૦૧૭ દરમિયાન રૃ. ૧૨,૬૮,૯૦૫નું એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવી તેનું પેમેન્ટ ન ચૂકવી ચેક રીટર્ન કરાવી સુમેરસિંહ દુકાન બંધ કરી ભાગી છુટયો હતો. આ અંગે વિપુલભાઇએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ છેતરપિંટીનો ગુનો નોંધ્યો હતો.

(6:20 pm IST)