Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પલસાણાના તાતીથૈયામાં યુવાનને અમેરિકા લઇ જવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ પરેશાન કરી 70 હજારની ખંડણીની માંગણી કરી

બારડોલી:પલસાણાના તાતીથૈયા ગામે ફલેટ પર યુવાનને અમેરિકા લઇ જવાની વાતચીત કરવા બોલાવી કપડા કઢાવી નાંખી સમલિંગ સંબંધો બાંધતા ફોટા પાડી ચાર અજાણ્યા શખ્સોએ રૃ. ૭૦૦૦૦ની માંગ કરી હતી. સુરતના સરથાણા જકાતનાકા નજીકની સોસાયટીમાં ૨૪ વર્ષનો ભાસ્કર પટેલ (મૂળ રહે. જવારજ, તા. ધોળકા, જિ. અમદાવાદ) પરિવાર સાથે રહે છે અને ખાનગી નોકરી કરે છે. ચાર માસ અગાઉ ભાસ્કર પટેલે પોતાના મોબાઇલ ફોનમાં ગ્રાઇન્ડર એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લીકેશન પર સમલીંગી સંબંધ ધરાવતા લોકો ચેટીંગ કરતા હોય છે. ભાસ્કર પટેલનો એક માસ અગાઉ રોહિત નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. બંને અવારનવાર વાતો કરતા હતા. દરમિયાન રોહિતે એનો વોટ્સએપ નંબર આપેલો અને પોતે અમેરિકા રહે છે અને બે મહિના માટે અહીં ભારતમાં રોકાવાનો છે તેમ કહેતા ભાસ્કર પટેલને અમરિકા જવાનો વિચાર આવતા વોટ્સએપ કોલીંગથી વાતચીત કરી હતી. દરમિયાન ગત તા. ૨૨-૫-૧૮ના રોજ રોહિતે કડોદરા ચાર રસ્તા મળવા બોલાવતા સાંજે સાત વાગે બંને જણા પોતપોતાની બાઇક પર કડોદરા ભેગા થયા હતા.
 

(6:20 pm IST)