Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વાસંદાના સરા ગામે બીકરીને ઘાયલ કરી હુમલો કરનાર દીપનો પાંજરે પુરાયો

વાંસદા: તાલુકામાં સરા ગામે ગત શનિવારે મળસ્કે દીપડાએ હુમલો કરી બકરીને ઘાયલ કરી હતી, જેથી વાંસદા પૂર્વ વનખાતા દ્વારા પાંજરૃ ગોઠવી દીપડાને પુરવાની કાર્યવાહી કરતા ગુરૃવારે મળસ્કે ૪ કલાકે દીપડો પાંજરે પુરાયો હતો. વાંસદા તાલુકાના સરા ગામે દુકાન ફળિયામાં રહેતા નિર્મળાબેન ઘેલાભાઇ પટેલના ઘરનાં કોઢારમાં ગત શનિવારે મળસ્કે દિપડાએ હુમલો કરી બકરીને ઘાયલ ક રી હતી. આ બાબતે ગામના સરપંચ દ્વારા વાંસદા વનખાતાની પૂર્વ રેન્જનાં આર.એફ.ઓ. આર.વી. પરમારને જાણ કરતા તેમણે સરા રાઉન્ડનાં વનકર્મીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી પાંજરૃ ગોઠવ્યું હતું. આ ગોઠવવામાં આવેલ પાંજરામાં ગુરૃવારે મળસ્કે ૪ કલાકે એક અદાંજીત એકથી દોઢ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાને પ્રથમ સરા નર્સરી ખાતે રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ દિપડાને ગાઢ જંગલમાં મુક્ત કરવા માટે આગળની કાર્યવાહી ડી.કે. સાધુ મદદનીશ વન સંરક્ષક વાંસદા અને ડો. બી. સુચીન્દ્રા વનસંરક્ષક વલસાડ ઉત્તરના માર્ગદર્શન હેઠલ આર.એફ.ઓ. વાંસદા પૂર્વ આર.વી. પરમાર કરી રહ્યાં છે.

(6:20 pm IST)