Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વલસાડના વાઘલધરા હાઇવે પર 16.40 લાખ ભરેલ દારૂના ટ્રકની અટકાયત

વલસાડ:ના વાઘલધરા હાઈવે પર સ્ટેટ મોનિટરીંગ સેલે ગઈકાલે રાત્રે રૃ.૧૬.૪૦ લાખનો દારૃ ભરી જતી ટ્રકને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી. જયારે એક શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. ટ્રક ચાલકને દારૃ ભરેલી ટ્રક સુરત-ભરૃચ વચ્ચે આવેલી હોટલ પર પાર્ક કરવા જણાવાયું હતું. ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે વલસાડના વાઘલધરા હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમદાવાદ તરફ જઈ રહેલી બાતમી મુજબની ટ્રક (નં.એમએચ-૦૪-બીકે-૬૪૮૬)ને અટકાવી હતી. બાદમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા દમણીયા બનાવટની બિયર વ્હીકીની ૩૫૫ પેટી ભરેલી મળી આવી હતી. ટ્રકમાંથી દારૃની પેટી ઉતાર્યા બાદ હાથ ધરેલી ગણતરીના અંતે રૃ.૧૬.૪૦ લાખની કિંમતની ૧૩૧૧૬ નંગ નાની મોટી બોટલો તથા ટ્રક મળી કુલ રૃ.૨૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે ચાલક હરિઓમ રામપ્રસાદ ગીરી (રહે. કરવડ, વાપી)ની ધરપકડ કરી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલે મુદ્દામાલ અને આરોપીને ડુંગરી પોલીસને હવાલે કરતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં દારૃનો જથ્થો દમણથી સુરેશ નામના શખ્સે ભરાવ્યો હતો. દારૃ ભરેલી ટ્રક સુરત- ભરૃચ વચ્ચે આવેલી સહયોગ હોટલ પર પાર્ક કરવા જણાવ્યું હતું. પોલીસે સુરેશને વોન્ટેડ જાહેર કર્યો છે.

(6:20 pm IST)