Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ડાકોરમાં ઝઘડામાં વચ્ચે પડેલ મિત્રનું મોત

ડાકોર:માં બે મિત્રોના ઝઘડામાં વચ્ચે છોડાવા પડેલા પડોશી યુવકને મારમારતા તે મોતને ભેટયો છે. આ અંગે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. ઠાસરા તાલુકાના ડાકોર ગામે ડુંગરા ભાગોળ વિસ્તારમાં સુમનબેન પ્રવિણભાઈ વાલ્મીકી રહે છે. ગત્ રાત્રે તેમની પડોશમાં રહેતા નરેશકુમાર રમેશભાઈ વસાવા અને તેમના મિત્ર ઉમેશભાઈ વસાવા વચ્ચે શૌચાલયમાં જવા બાબતને લઈ બોલાચાલી થઈ હતી. આ બન્ને વચ્ચેની બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા પડોશમાં રહેતા સુમનબેનનો દિકરો રાજેશ (ઉં.વ.૨૧) આ ઝઘડામાં વચ્ચે છોડાવા પડયો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલા નરેશે રાજેશને છાતીના ભાગે મુક્કો મારી ગડદાપાટુનો મારમાર્યો હતો. આથી રાજેશ જમીન ઉપર પટકાતા તેને શરીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગે સુમનબેન વાલ્મીકીની ફરિયાદના આધારે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશ વસાવાને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના નીવેદનો લઈ આ કેસમાં આગળની કાર્યવાહી હાથધરી છે.

(6:19 pm IST)