Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હિંમતનગરના સવગઢમાં યુવતીના દહેજ બાબતે સાસરિયાએ 20 લાખ પડાવ્યા

હિંમતનગર:ના સવગઢમાં રહેતી એક યુવતીના ચારેક વર્ષ અગાઉ મોડાસાના એક યુવાના સાથે લગ્ન થયા બાદ તેણીના સાસરીયાઓએ દહેજના બહાને સવગઢની આ યુવતીને કાઢી મુકી તેણીના પિતા પાસેથી રૃા.૨૦ લાખ પડાવી લઈ બ્લેકમેલ કરતા યુવતીએ મોડાસાના ત્રણ સાસરીયા વિરૃધ્ધ બુધવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અંજુમબાનુ ઈસ્લામભાઈ લુહારએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન મોડાસાના જાગીર તલાવ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં ચાર વર્ષ અગાઉ થયા હતા. જયાં મોડાસાના રીજવાનખાન એહમદખાન લુહાર, રૃકસાનાબહેન એહમદખાન લુહાર અને ફેસલખાન એહમદખાન લુહારે ધંધા કરવાના બહાને અંજુમબાનુના પિતા પાસેથી રૃા.૨૦ લાખ તથા અંજુમબાનુના દરદાગીના લઈ લીધા હતા. અને અંજુમબાનુને કાઢી મુકી હતી.

(6:19 pm IST)