Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમદાવાદના ઘાટલોડિયામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો

અમદાવાદ:ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા એક પતિએ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને તેના પુત્ર અને પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પુત્રનો ટેસ્ટ મેચ થતો ન હોવાથી તેની શંકા મજબુત બની હતી. તે સિવાય પતિએ પતિનીનો મોબાઈલ ચેક કરતા ફેસબુક અને વોટ્સએપ પર તે ઘણાં લોકોના સંપર્કમાં હોવાનું જણાયું હતું. હાલમાં પતિએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપીને તપાસની માંગણી કરી છે.

 

આ બનાવની વિગત મુજબ ઘાટલોડીયા વિસ્તારમાં હરીશ (નામ બદલ્યું છે) તની પત્ની કામીની (નામ બદલ્યું છે) ૧૦ વર્ષના પુત્ર અને ૪ વર્ષની પુત્રી સાથે રહે છે. હરીશની ફરિયાદ મુજબ તેની પત્ની મોજશોખની ટેવ ધરાવે છે અને બહાર જવાનો તેમજ હોટેલોમાં જમવાનો શોખ ધરાવે છે. હરીશે આપણે મિડલ ક્લાસના હોવાથી આવા ખર્ચા પરવડે નહી કહેતા પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. તે સિવાય પત્ની મોબાઈલ પર લાંબો સમય વાતચીત કરતી હોવાથી હરીશે આ અંગે પુછતા તે ઊશ્કેરાઈ ગઈ હતી અને ધમકી આપતા કહ્યું હતું કે હુ મારી જીંદગી મારી રીતે જીવવી માંગુ છું. તેમાં દખલ કરશો તો ખોટી ફરિયાદ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
બાદમાં હરીશને શંકા જતા પત્નીનો મોબાઈલ તપાસતા તે વોટ્સએપ અને ફેસબુક પર છથી સાત જણાના ંસંપર્કમાં હોવાનું જણાયું હતું. ઊપરાંત તેમની સાથે બિભત્સ વાતો કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું. પત્ની તેના પુરૃષ મિત્રોને ઘરે બોલાવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. ફેસબુક અને વોટ્સએપના ચેટિંગમાં પુરૃશ મિત્રોને ખુશ રાખવા અશ્લિલ ફોટા પણ તે મોકલતી હોવાનુ હરીશે અરજીમાં જણાવ્યું છે.
આથી હરીશે તેના બન્ને બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ૧૦ વર્ષના પુત્રનો ડીએનએ મેચ થતો ન હોવાથી પત્નીના ચારિત્ર્ય પર શંકા મજબુત બની હતી. હરીશે હવે આ બાળક કોનું છે તે જાણવા પોલીસની મદદ માંગી છે.

(6:18 pm IST)