Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ઉમરેઠ નજીક લાલપુર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને પોલીસે 15 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ઉમરેઠ:પોલીસે આજે લાલપુરા ચેકપોસ્ટ પર વોચ ગોઠવીને બાઈક પર ૧૫,૩૦૦નો વિદેશી દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ પોલીસ લાલપુરા ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહી હતી ત્યારે સાવલી તરફથી એક બાઈક નંબર જીજે-૨૦, એચ-૦૫૧૮ ઉપર બે શખ્સો થેલો લઈને આવી ચઢતાં પોલીસે તેમને અટકાવ્યા હતા અને થેલાની તપાસણી કરતાં અંદરથી વિદેશી દારૂની ૫૧ બોટલો મળી આવી હતી જેની કિંમત ૧૫,૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે બન્નેના નામઠામ પુછતાં તે મુકેશભાઈ બનાભાઈ સંગોડ (રે. પાવ, દાહોદ)તથા મુકેશભાઈ નરીયાભાઈ પલાસ (રે. ઘોડાઝેર, દાહોદ)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે બે મોબાઈલ, બાઈક સાથે કુલ ૩૬,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:18 pm IST)