Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મહુધાના કરોલીમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહુધા:તાલુકાના કરોલીની પરિણીતાને બીજી બૈરી લાવવી છે છૂટાછેડા આપી દે કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના કરોલીમાં જાંબા સીમમાં રહેતા પ્રવિણભાઈ મણિભાઈ રાવળના લગ્ન ત્રણ વર્ષ પહેલાં વર્ષાબેન કનુભાઈ રાવળ સાથે થયા હતા. આ લગ્નના ચાર મહિના બાદ સાસરિયા મહેણાંટોણાં મારી ઝઘડા કરતા હતા જેમાં પ્રવિણભાઈ મણિભાઈ રાવળ પત્નિ વર્ષાબેનને તને રાખવાની નથી. મારે બીજી બૈરી લાવવાની છે તું છુટાછેડા આપી દે કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડો થતા ગલીબેન કાળીદાસે જણાવેલ કે પ્રવિણની મિલ્કતમાં મારો અધિકાર છે. તું પિયર જતી રહે કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.

બનાવ અંગે વર્ષાબેન કેશવભાઈ રાવળની ફરિયાદ આધારે નડિયાદ મહિલા પોલીસે પ્રવિણભાઈ મણિભાઈ, ગોવિંદમણિભાઈ, ભનીબેન ગોવિંદભાઈ, ગલીબેન કાળીદાસ તેમજ રઈજીભાઈ ધનાભાઈ રાવળ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:17 pm IST)