Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મહેમદાવાદ-ખેડા બ્રિજ પર જુદા-જુદા પાંચ અકસ્માતમાં 5ને ઇજા

મહેમદાવાદ:મહેમદાવાદ-ખેડા બ્રીજ તેમજ નિઝામપુરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ જણાંને ઈજા થઈ હતી. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના ગજાપુર સીમ, તાબે ખલાડીમાં રહેતા અરવિંદભાઈ લખાભાઈ પરમાર ગત તા.૨૧-૫-૧૮ની રાત્રે આઈશર નં. જીજે-૭ વાયઝેડ-૫૧૪૨માં જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન નિઝામપુર રોડ સાકરીયાની મુવાડી નજીક ટેમ્પા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા આઈશર પલટી ખાઈ ગઈ હતી. જેથી ટેમ્પામાં બેઠેલા મજૂરો અરવિંદભાઈ લખાભાઈ પરમાર તથા અજીતભાઈ ભરતભાઈ પરમારને ઈજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોને ટેમ્પા ચાલકે સારવારનો ખર્ચ આપવાનો કહ્યો હતો પરંતુ ખર્ચ વધુ થતા આપવાની ના પાડી હતી. આ બનાવ અંગે અરવિંદભાઈ લખાભાઈ પરમારની ફરિયાદ આધારે મહુધા પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ મહેમદાવાદ-ખેડા રોડ બ્રીજ ઉપર સર્જાયો હતો. જેમાં ફોર વ્હીલ ગાડી નં.જીજે-૦૧ એઆર-૧૮૦૭ના ચાલકે રોંગ સાઈડે હંકારી સામેથી આવતી મોટર સાયકલ નં. જીજે-૨૩ સી-૩૪૮૩ સાથે અથડાઈ હતી જેથી અનિલકુમાર નટુભાઈ કાછીયા પટેલ કૃપાલીબેન તેમજ મીત્તલબેનને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે મિનાક્ષીબેન અનીલભાઈ કાછીયા પટેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:17 pm IST)