Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પાંચ વાગ્યે અમિતભાઇ ગુજરાત આવી રહયા છે, નવા જૂનીના સ્પષ્ટ એંધાણ

ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમીતભાઇ શાહ સાંજે પ વાગ્યે આવી રહયા છે. ભાજપ વર્તુળોના જણાવ્યા મુજબ કંઇક નવા જુની થશે એવું દર્શાય છે. ર દિવસથ નીીતનભાઇના રાજીનામા, નારાજગી અને નિતિનભાઇના ખુલાસાની વાતો ભારે ચર્ચામાં છે. હાર્દિક પટેલે પણ આવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. દરમિયાન બીન સત્તાવાર હેવાલો મુજબ ભાજપ નેતાગીરીએ પ્રદિપસિંહજીને મારા નિતિનભાઇને મનાવવા અને સામેથી રાજીનામુ અપાવવા સમજાવવા મોરબી મોકલ્યા છે.

(4:38 pm IST)
  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST

  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST

  • મણિપુર અને પાંચ કેન્દ્ર શાસિત રાજ્યોમાં ઈ-વે બિલ પ્રણાલી લાગુ :રાજ્યમાં 50 હજાર રૂપિયાથી વધુના સામાનના પરિવહન માટે ઈ-વે બિલ જરૂરી બનશે :હવે રાજ્યની અંદર વસ્તુઓની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 27 રાજ્યો સહીત કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઇ ગઈ છે :શુક્રવારે જે રાજ્યોમાં આ પ્રણાલી લાગુ કરાઈ તેમાં ચંદીગઢ,આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ। દાદરાનગર હવેલી।દમણ અને દીવ અને લક્ષદ્વીપ સામેલ છે access_time 1:24 am IST