Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કાલથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગપતિઓના સંગઠન ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો શુભારંભ

સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા મિશન ર૦-ર૬નો સંગઠનનો મુખ્યમંત્રી રૂપાણી-નાયબ મુખ્યમંત્રી પટેલ સહિત ટોચના ઉદ્યોગપતિની ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદમાં કાર્યક્રમ

રાજકોટ, તા., ૨૫: ૧૦ હજારથી વધુ બીઝનેસમેનોના સંગઠન ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો કાલથી શુભારંભ કાર્યક્ર અમદાવાદ ખાતે યોજાયો છે. સરદારધામ-વિશ્વ પાટીદાર સમાજ દ્વારા મિશન ર૦ર૬ અંતર્ગત પ્રથમ હરોળના ૧૦ હજારથી વધુ બિઝનેસમેનોના સંગઠન ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો તા.ર૬ ના શનિવારે સાંજે ૬.૩૦ કલાકે (પ્રવેશ આમંત્રીતો માટે) ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ પાસે અમદાવાદ ખાતે ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજાશે.

સમારંભના અધ્યક્ષ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે જયારે સમારંભનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, રામકૃષ્ણ એકસપોર્ટ સુરતના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા, તેમજ દિપ પ્રાગ્ટય મોન્ટેકાલો ગૃપ અમદાવાદના કનુભાઇ પટેલ, કિરણ જેમ્સ પ્રા.લી. મુંબઇના વલ્લભભાઇ લી.ના હસ્તે થશે.

ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મુખ્ય ઉદેશ એક બીજા સાથે નેટવર્કીગ દ્વારા વેપાર-ઉદ્યોગમાં પરસ્પર ઉપયોગી થવું, સમાજમાં નવા ઉદ્યોગ સાહસીકો તૈયાર કરવામાં ઉપયોગી થવુ, શિક્ષીત અને દિક્ષીત યુવાઓને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવામાં ઉપયોગી થયું છે.

(4:08 pm IST)