Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગુજરાતમાં ભાજપના સરકારના પતનની તૈયારી :હાર્દિક પટેલના નિવેદનથી ગરમાવો

અમદાવાદ :ગુજરાતમાં ભાજપ સરકારના પતનની તૈયારી છે તેમ પાસ નેતા હાર્દિક પટેલે નિવેદન કરતા રાજકીય ગરમાવો વધ્યો છે ભાવનગરના મેથળા ખાતે ગુજરાતની ભાજપ સરકારના પતન અંગે નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. નીતિન પટેલ સહિત કેટલાક નેતાઓ ભાજપથી નારાજ હોવાનો ઉલ્લેખ કરાતાં મામલો ચર્ચાએ ચડ્યો છે. 

  મીડિયા અહેવાલ અનુસાર ભાવનગરના મેથળા ખાતે નિવેદન કરતાં હાર્દિક પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં સરકારે કમૂરતામાં શપથ લીધા છે, સરકારનું પતન થવાની તૈયારીમાં છે. હાર્દિકે આ સાથે ભાજપના કેટલાક નેતાઓના નામ લઈને આ બધા નારાજ હોવાની વાત કહી હતી બોખીરિયા અને સી કે રાઉલજી સહિતના નેતાઓ નારાજ છે. 

(1:49 pm IST)