Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મને ટાર્ગેટ કરવામાં આવી રહયો છે અને મારી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ફેલાવાઈ રહી છે : નીતિનભાઈ પટેલ

અમદાવાદ ;રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું રાજીનામુ લઇ લેવાયા અંગે છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે રાત્રે એક ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો. આજે શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે

(12:05 pm IST)