Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ક્રુડના ભાવ મુજબ પેટ્રોલ રૂ. ૪૦ અને ડીઝલ રૂ. ૩રના લીટર મુજબ મળી શકે પણ સરકાર લૂટે છે

મોદીના રાજમાં પેટ્રોલ-ડીઝલમાં ૧૧ વખત એકસાઇઝ વધી : ડો. મનીષ દોશીઃ મનમોહનસિંહે સતા છોડી ત્યારે પેટ્રોલનો ભાવ લીટરના રૂ. ૭૧.૪૧ અને ડીઝલના રૂ. પ૬.૭૧ હતા. આજે પેટ્રોલના રૂ. ૭૬.૮૭ અને ડીઝલના રૂ. ૬૮.૦૮ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડનો ભાવ તે વખતે ૧૦૬.૯૪ ડોલર હતો, અત્યારે ૭૭.૦૪ ડોલર છે

અમદાવાદ, તા. રપ : પેટ્રોલ-ડીઝલ અનેરાંધણગેસ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધારાથી મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. 'બહુત હુઇ મહંગાઇ કી માર, બસ કરો ભાજપ સરકાર' ના સૂત્રો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજયવ્યાપી ધરણા દેખાવો અને ઉંટગાડી સાથે રેલી યોજાઇ. ગુજરાત પ્રદેશ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ર૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન-મોંઘવારી આસમાને છે. ર૦૧૪ થી ર૦૧૮ સુધીમાં ૪૪૩.૬% એકસાઇઝમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલ બજારમાં ૭૩% ભાવ ઘાટડો છતાં પેટ્રોલમાં ૧૦૮% અને ડીઝલમાં ૧ર૩% વધારો મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીજલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એકસાઇઝમાં વધારો ઝીંકવાના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે.છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઇલના ભાવ ઘટાડો છતાં મોદી સરકારના આશિર્વાદથી ઓઇલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૧૦ લાખ કરોડ ખંખેરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઇએ તો દેશના ૧રપ કરોડ નાગરિકોને પેટ્રોલ રૂ. ૪૦ અને ડિઝલ રૂ. ૩ર ના ભાવે આપી શકાય તેમ છે પણ મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઇલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ કરીને મોટી નફાખોરી કરી રહ્યા છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે.(૮.પ)

(11:51 am IST)