Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રાજપીપળામાં BPL પરિવારોને મફતમાં વીજ કનેક્શન બાદ બે વર્ષે 15 થી 20 હજારના બિલ ફટકારતા ઉહાપોહ

એકસામટા 24 મહિનાનું વીજ બિલથી ગરીબ પરિવારોમા ચિંતાનું મોજું

રાજપીપળા :નગરપાલિકા વિસ્તારમાં રહેતા BPL પરિવારોને મફત વીજ કનેકશનની જાહેરાત બાદ ર્ષ 2016માં રાજપીપળામાં મફત કનેક્શન અપાયા હતા.બાદમાં આ પરિવારોને ત્યાં 2 વર્ષ સુધી કોઈ બીલ આપવામાં આવ્યા નહોતા જોકે 22 મેં 2018 ના રોજ એક સાથે 24 મહિનાના મોટી રકમના બીલ ફટકારાતાં ગરીબ પરિવારોમાં હાહાકાર વ્યાપ્યો છે.

  રાજપીપલાના નવાફળીયા, કાછીયાવાડ, સિંધીવાડ વિસ્તારના BPL પરિવારોને 15 થી 20 હજારના એક સામટા વીજબીલો વીજકંપનીએ ફટકારતાં ગરીબ પરિવારોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  નવાફળિયાનાં રહીશ અને દરજીકામ કરતા શબીર મન્સૂરીને 24 મહિનાના 2111 યુનિટના ચાર્જ પેટે રૂપિયા 15801 નું બીલ, દીપેશ તડવીને 2681 યુનિટના ચાર્જ પેટે રૂપિયા 20,275 અને ગણેશ માછીને 2270 યુનિટનાં વપરાશ પેટે રૂપિયા 17,849ના અધધધ બીલો ફટકારતાં જ હવે આ વીજબીલો કેમ ભરવા તેની ચિંતામાં આ પરિવારો મુકાયા છે.

(10:50 am IST)