News of Friday, 25th May 2018

છોટા ઉદેપુરના બારીયા રોડ પાસે ટ્રક ઘરમાં ઘુસી જતા ત્રણના મોત

ઓસરીમાં સુતેલા ત્રણ લોકો ઉપર ટ્રક ફરી વળ્યો : ડ્રાયવર ફરાર : રોષે ભરાયેલ ટોળાની ટ્રકમાં તોડફોડ

છોટા ઉદેપુરના બારીયા રોડ પાસે એક ટ્રક મકાનમાં ઘૂસી જતા ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે આ અંગે મળતી વિગત મુજબ બારીયા રોડ ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રોડ પાસેના એક ઘરમાં ટ્રક ઘુસી ગયો હતો. ઘરના આગળના ભાગમાં આવેલ ઓસરીમાં ત્રણ વ્યક્તિઓ સુતા હતા.જેમાં એક મહિલા, પુરૂષ અને બાળકનું ટ્રક અકસ્માતમાં મોત નિપજ્યું છે

   આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મુકીને ફરાર થઇ ગયો છે. જો કે દૂર્ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ટ્રકમાં તોડફોડ કરી હતી.

  આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી હતી. પોલીસે અકસ્માત ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 am IST)
  • પાકિસ્તાનમાં ઈદના અવસરે ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ :પાકિસ્તાનના માહિતી -પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ લગાવતા એવો તર્ક કર્યો છે કે તેનાથી ક્ષેત્રીય પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન મળશે :ભારતીય ફિલ્મો પર આ પ્રતિબંધ ઈદના બે દિવસ પહેલાથી લઈને ઈદ બાદ બે સપ્તાહ સુધી લાગુ રહેશે access_time 1:08 am IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં 24 વર્ષના યુવાન હાર્દિક હડિયા બ્રેઇનડેડ જાહેર :અંગદાનનો નિર્ણય બાદ રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ગ્રીન કોરિડોરની વ્યવસ્થા :એર એબ્યુલન્સથી પાંચ વ્યક્તિને નવજીવન મળશે :મૂળ લીલાખાનાં યુવકના આંખ,કિડની,હૃદય,સહિતના અંગોની દાન કરાયું access_time 12:59 am IST