Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સુરતની કુખ્યાત લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીનો ખુલ્લી તલવાર સાથે આતંકઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલઃ ભૂરીની આખરે ધરપકડ

સુરતઃ સુરતમાં 'લેડી ડોન' નામથી જાણીતી અસ્મિતા ઉર્ફે ભૂરીએ ફરી એકવાર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો છે. આ અંગેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુલ્લી તલવાર સાથે નજરે પડી રહી છે. એટલું જ નહીં વીડિયોમાં તે બાઇક ચલાવતી પણ નજરે પડી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પાનના ગ્લ્લાવાળાની ફરિયાદ પર પોલીસ ભૂરીની ધરપકડ કરી છે. તેની સામે રૂ. 500ની લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂરી સાથે તેના સાગરિત રાહુલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભૂરી પોતાના મિત્ર સાથે હાથમાં ખુલ્લી તલવાર રાખીને એક પાનના ગલ્લાવાળાને ધમકાવતી નજરે પડી રહી છે. તે જે રીતે પાનના  ગલ્લાવાળાને ધમકાવી રહી છે તે જોઈને લાગે છે કેતેને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. જોકે, પ્રથમ પ્રસંગ નથી જ્યારે ભૂરીનો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા પણ તેનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો હતો.

આ પહેલા હોળીના સમયે ભૂરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હાથમાં ખુલ્લી છરી સાથે એક વ્યક્તિ પાછળ દોડી હતી. બાદમાં આ અંગે સુરત પોલીસ કમિશ્નરે તપાસના આદેશ ખર્યા હતા. જે બાદમાં ભૂરી તેમજ તે જેના સાથે લીવ ઈનમાં રહે છે તે સંજુ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. બાદમાં પોલીસ ભૂરીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં તે જામીન પર બહાર છે.

તાજેતરમાં વાયરલ થયેલા વીડિયામાં ભૂરી તેના બોયફ્રેન્ડ સંજુ સાથે નજરે પડી રહી છે. જેમાં તે બાઇક પાછળ બેસીને ખુલ્લી તલવાર સાથે વર્ષા સોસાયટીમાં આવી પહોંચી હતી. આ સોસાયટી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી છે. અહીં ભૂરીએ એક દુકાનદારને ધમકાવ્યો હતો તેમજ રિક્ષાવાળાઓ સહિત અમુક લોકોને પણ ધમકાવ્યાં હતાં. ભૂરીએ ફરી સોસાયટીમાં આતંક મચાવતા લોકોએ તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી.

facebook video link : https://www.facebook.com/News18Gujarati/videos/1940784699585564/

(7:54 pm IST)