Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમદાવાદના ઉસ્‍માનુપરામાં કરૂણા ટ્રસ્‍ટ મેડિકલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતુ હતુંઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સીલ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં ગેરકાયદે ગર્ભ-પરીક્ષણ કરતા મેડિકલ ક્લિનિકનો રાફડો ફાટી રહ્યો એમ લાગે છે. હજી ગઈ કાલે જ અમદાવાદમાં ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર ગર્ભ-પરીક્ષણ કરતા વિજય મેટરનિટી એન્ડ સર્જિકલ નર્સિગ હોમનું સોનોગ્રાફી મશીન AMCના હેલ્થ ખાતાએ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમને સાથે રાખી સીલ કરી દીધુ હતું. આજે ફરી મળેલી બાતમીને આધારે, AMC આરોગ્ય ટીમ અને જિલ્લા પંચાયતની ટીમે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલા કરુણા ટ્રસ્ટ મેડિકલમાં તપાસ કરતાં ગેરકાયદે ગર્ભ-પરીક્ષણ થતું હવાનું બહાર આવ્યું છે. AMCએ કરુણા ટ્રસ્ટ મેડિકલને સીલ મારી દીધું છે. ગર્ભ-પરીક્ષણ બાદ ડેક્લેરેશનમાં સોનોગ્રાફી કરનાર અને તબીબની સહી ન જણાતાં AMCએ તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો છે. AMCએ સોનોગ્રાફી મશીનને સીલ કરી વધુ કાર્યવાહી હાથ કરી રહી છે.

(9:15 am IST)