Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સામીના નાયકા ગામે મૂછે તાવ દેવા મામલે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ:11 લોકોને ઘવાયા:એક ગંભીર

બંને જૂથ વચ્ચે લાકડીઓ, પાઇપો અને તીક્ષ્ણ હથિયારો વડે અથડામણ:પોલીસ કાફલો પહોંચ્યો

પાટણ જિલ્લાના સામી તાલુકાના નાયકા ગામમાં મૂછે તાવ દેવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતા 11 લોકોને ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોમાં વજેસિંહ રાઠોડ નામના યુવકની હાલત ગંભીર હોવાથી તેને મહેસાણા હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે આઠ લોકોને પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

  અંગે મળતી વિગત મુજબ એક યુવક ગામની શેરીમાંથી પસાર થતી વખતે મૂછના આંકડાને વાળી રહ્યો હતો ત્યારે મામલો બીચક્યો હતો, ત્યાર બાદ નડોદા સમાજના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો, જેથી ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

    ગામમાં દરબાર અને નડોદા સમાજના લોકો સામસામે આવી ગયા હતા બંને જૂથ વચ્ચે લાકડીઓ, પાઇપો અને તીક્ષ્ણ હથિયારો વડે અથડામણ થઈ હતી.પોલીસને જાણ કરાયા બાદ સ્થિતિ કાબૂમાં લેવા ગામમાં વધારાની ટુકડીઓ ઉતારાઈ હતી. સાંજ સુધીમાં ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

જોકે બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. પોલીસે બંને જૂથના 20 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.

(11:52 pm IST)