Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મોડાસાના હજીરા વિસ્‍તારની ફેક્ટરીમાં ભીષણ આગઃ લાખો રૂપિયાનું નુકસાન

મોડાસામાં હજીરા વિસ્તારમાં આવેલી બેલેઝા કોસ્મેટિક્સ નામની ફેકટરીમાં આજે અચાનક આગ લાગી હતી. આગે જોતજોતાંમાં મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે ધુમાડાના ગોટેગોટા હવામાં ઊંચે ઊડી રહ્યાં હતાં. ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટર બનાવસ્થળે પહોંચી આગ બુઝાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે.

માહિતી મળતાં જ પોલીસ પણ બનાવસ્થળે પહોંચી આગ લાગવાનું કારણ તપાસી રહી છે. આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પણ બેલેઝા કોસ્મેટિક્સમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ હજી જણાયું નથી. અંતે ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવી લીધો છે.

(7:47 pm IST)