Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુરત મનપાને રિન્યુએબલ એનર્જી માટે ફરીવાર રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યો

દિલ્હીમાં મેયર અને મનપાના અધિકારીઓએ એવોર્ડ સ્વીકાર્યો

સુરત: મહાનગરપાલિકાને રિન્યુએબલ એનર્જી માટે એવોર્ડ ફરીવાર રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યો છે, દિલ્હી ખાતે એક સમારોહમાં સુરતના મેયર અને માનપાના અધિકારીઓની ટીમે એવોર્ડ સ્વિકાર્યો હતો.

  હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પ્રાકૃતિક ઉર્જા ક્ષેત્રે જે કામગીરી કરે છે, તેને ધ્યાનમાં લઇ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 2018-19 માટે હુડકો દ્વારા દેશભરમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્ય હતાં. જેમાં 'ટુ ઈમ્પ્રુવ ધ લિવિંગ એન્વાયરમેન્ટ' હેઠળ સુરત મહાનગરપાલિકાને અન્ડર ધ થીમ ઓફ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ગ્રીન બિલ્ડિંગ માટે પંસદ કરવામાં આવી હતી. એટલે કે એનર્જી સિક્યુરિટી એફર્ટ માટે સુરત મનપાની પસંદગી કરાઈ હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકા કામગીરી માટે જે 100 ટકા વિજળીનો ઉપયોગ કરે છે તેમાં પવનચક્કી અને સૂર્ય ઉર્જાનો 34 ટકા ભાગ છે. મનપા પવનચક્કીનો 32 અને સોલર પાવરનો 6 મેગાવોટનો પ્લાન્ટ ધરાવે છે

  . સુરત મહાનગર પાલિકા રાજ્યનો સૌથી પહેલો પવન ચક્કી પ્રોજેક્ટ શરુ કર્યો હતો.પોરબંદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 26.90 કરોડનો ફાયદો થયો છે તેની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાખ્યો હતો, જેની પાછળ 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં 52.63 કરોડનો ફાયદો થયો છે. ત્રીજો પ્રોજેક્ટ પણ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો.26.65 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2018 સુધીમાં થયો છે. 

 

(11:43 pm IST)